Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬૨ વિવિધા નિર્દિષ્ટ લક્ષ્ય છે. પ્રવજિત મેઘકુમારને આચાર ગોચર આદિની શિક્ષા આપતા મહાવીર સ્વામી કહે છે : “હે દેવાનુપ્રિય, આ પ્રમાણે પૃથ્વી ઉપર યુગ માત્ર દૃષ્ટિ રાખીને ચાલવું, નિર્જીવ ભૂમિ ઉપર ઊભા રહેવું.. ભૂમિનું પ્રમાર્જન કરીને બેસવું... , સામયિકનું ઉચ્ચારણ કરી, શરીરનું પ્રમાર્જન કરી શયન કરવું...વેદના આદિ કારણોથી નિર્દોષ આહાર કરવો. હિત, મિત અને મધુર ભાષણ કરવું. અપ્રમત અને સાવધાન થઇને પ્રાણ, ભૂત, જીવ અને સત્વની રક્ષા કરીને સંયમનું પાલન કરવું, તેમાં લેશમાત્ર પણ પ્રમાદ ન રાખવો. જ્ઞાતાધર્મકથામાં ચારિત્ર્યનો મૂળ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રવજિત સાધુ સાધ્વીઓ યમ-નિયમરૂપ આચારધર્મમાંથી ચલિત થાય. તેમાં પ્રમાદ સેવે ઉપસર્ગ અને પરિષદને કારણે કે રાગદ્વેષાદિને કારણે આત્માના પરિણામને વિચલિત કરે તો તે કેવળ દુઃખ જ પ્રાપ્ત કરે છે. નિગ્રંથપ્રવચનમાં સંશયગ્રસ્ત બનનારની સ્થિતિ અંડર અધ્યયનમાં મયુરીના ઇંડાના દષ્ટાન્તની દર્શાવી શકાય છે. સાગરદત્ત સાર્થવાહનો પુત્ર મયુરીનાં ઈંડામાં શંકાશીલ બનતા મયુરભાવકને તેના નિર્દિષ્ટ ધ્યેયને પામી શકતાં નથી. માનન્દી અધ્યયનમાં રત્નદ્વીપી દેવીના મોહજનક અને ભયપ્રેરક શબ્દોથી ચલાયમાન થતા જિનરક્ષિત મૃત્યુ પામે છે. અને જિનપાલિત ચલાયમાન ન થતા લવણસમુદ્રની પાર નક્કી કરેલા સ્થાને પહોંચી જાય છે. તેમના સંદર્ભમાં અહીં રજૂ થયેલી બે ગાથા જ્ઞાતાના મુખ્ય ઉપદેશનાં સારરૂપ છે : પાછળ જોનાર જિનરક્ષિત છેતરાઈ ગયો. અને પાછળ નહિ જોનાર જિનપાલ નિર્વિઘ્ન પોતાના સ્થાન પર પહોચી ગયો. તેથી પ્રવચનસારમાં આસક્તિ રાખવી જોઈએ. ચારિત્ર ગ્રહણ કરીને પણ જે ભોગોની ઇચ્છા કરે છે. તે ઘોર સંસારસાગરમાં પડે છે અને જે ભોગની ઇચ્છા નથી કરતો તે સંસારસાગરને પાર કરી જાય છે. અમરકંકા અધ્યયનમાં સુકુમાલિકા સાધ્વીધર્મ અંગીકાર કર્યો પછી લલિતાગોષ્ઠિકના પાંચ પુરુષોન સુભુમિભાગ ઉધાનમાં દેવદત્તા ગણિકાની સાથે કામભોગ ભોગવતા નિહાળે છે. તે જોઈને “દેવદમાન્ત જેમ જ કામભોગો ભોગવું'- એવો સંકલ્પ તેના મનમાં જાગે છે. પરિણામે ભાગ્ય સામગ્રીમાં આસક્તિવાળી અને શિથિલ ચારિત્ર્યવાળી થઈને, પોતાના અનુચિત આચરણ અને સકલ્પોની આલોચના તથા પ્રતિક્રમણ કર્યા વગર કાળધર્મને પામે છે. પરિણામે દ્રૌપદી સ્વરૂપે જન્મ ધારણ કરીને પાંચ પાંચ પામે છે અને સંસારની શૃંખલામાં બંધાય છે. બીજા વર્ગની કાલી વગેરે દેવીઓ પણ તેમના પૂર્વજન્મમાં ચારિત્ર્યથી ભ્રષ્ટ થવાને કારણે કર્મફળ ભોગવે ચે. ૧૩મા દદૂર અધ્યયનમાં નંદ મણિયાર નંદાપુષ્કરિણીની આસક્તિને કારણે એ પૃષ્કરિણીમાં દેડકા તરીકે જન્મે છે. દસમા ચન્દ્ર અધ્યનનમાં ચંદ્રના પ્રતીકથી ભગવાન મહાવીરે સાધુઓ માટે પ્રમાદ રાહુન્ત સમાન હોવાનું સચોટ રીતે સમજાવ્યું છે. તેને કારણે ચંદ્રમાં ક્રમશઃ ક્ષીણ થતો જાય છે. તેવી રીતે સાધુ પણ કુશીલજનોના સંસર્ગથી ચારિત્રથી હીન બની જાય ચે. પણ ચારિત્રનું દઢ રીતે પાલન કરે તો પૂર્ણચંદ્રની જેમ પ્રકાશે છે. મેઘ, શીલક, રાજા, સંઘાટ અધ્યયનનો ધન્ય સાર્થવાહ તંતલિપુત્ર, જિનશત્રુ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194