Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 168
________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૧ વિશુદ્ધ સ્વરૂપમાં, અંધશ્રદ્ધાને કારણે ધનલાલપ ક્રિયાકાંડી ધર્માચાર્યો દ્વારા ગેરમાર્ગે દોરાવાતી. પ્રજા સમક્ષ રજૂ કર્યો. વૈદિક યક્ષયાગ, સ્વર્ગકામના, ભૌતિક સુખોપભોગ માટેની આસક્તિ તથા વિવિધ શ્રમણ સંપ્રદાયોની કર્મફળ અને પુનર્જન્મ સબંધી પરસ્પર વિરોધી ધારણાઓનું વિશ્લેષણ કરીને તેની વ્યર્થતાને તેઓ સમજી શક્યા હતા. જગતમાં પ્રાણીમાત્રનું જીવન દુઃખથી પરિતપ્ત હોવાનું જાણીને, કઠોર તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનના પરિપાકરૂપે ધર્મવિષયક આચાર-વિચારના મૂલ્યોનું તેમણે વિશેષ રીતે પુનઃસ્થાપન કર્યું કે જે અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભૂમિકા પર આધારિત હતા. તેના પ્રતિભાવ સ્વરૂપે આપણે જ્ઞાતાધર્મકથામાં જોઈએ છીએ તે અનુસાર રાજવી કુટુંબ, શ્રેષ્ઠી, કુટુંબ અને સામાન્ય પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક જૈનધર્મમાં પ્રવજ્યા લેવા પ્રેરાયા. જ્ઞાતાધર્મકથામાં કથાનું તત્ત્વ સવિશેષ હોવા છતાં જૈનધર્મના સિદ્ધાંતોનું તેમાં પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે નિરૂપણ થયેલું છે. મેઘકુમાર અને વાવણ્યાકુમાર પ્રવજય લેવા માટે પ્રસ્થાન કરે છે ત્યારે નિરંતર સ્તુતિ, અભિનંદન અને જય જય શબ્દોનો ઉચ્ચાર કરતા માંગલિકો જૈનધર્મના મૂળભૂત તત્ત્વચિંતન અને નિર્દિષ્ટ લક્ષ્યને પ્રગટ કરે છે... “હે નન્દ, જય હો, જય હો...' જે જગતને આનંદ આપનાર, તમારું કલ્યાણ થાઓ ! તમે ન જીતેલ પાંચ ઇન્દ્રિયોને જીતો અને જીતેલ સાધુધર્મનું પાલન કરો! હે દેવ, વિક્નોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. પૈર્યપૂર્વક કમર કસીને, તપના દ્વારા રાગદ્વેષરૂપી મલ્લોનો નાશ કરો . પ્રમાદરહિત થઈને ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. અજ્ઞાન અંધકારથી રહિત સર્વોત્તમ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરો. પરીષહરૂપ સેનાને પરાજિત કરીને, પરીષહ અને ઉપસર્ગથી નિર્ભય બની શાશ્વત એવે અચલ પરમ પદરિપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મસાધનામાં વિશ્ન ન થાય.” નિર્વિઘ્ન ધર્મસાધના માટેના આ શુભ-મંગલ કામના પ્રગટ કરતા શબ્દોમ અતિ સંક્ષેપમાં પણ જૈન ધર્મના સિદ્ધાંતોનું સમગ્ર હાર્દ સમાયેલું છે. પ્રવજ્યા ધારણ કરવા માટેનો હેતુ, તેમાં સ્પષ્ટ રીતે જણાવ્યો છે. મેઘકુમાર ભગવાન મહાવીરને કહે છે : ભગવન આ સંસાર જરા અને મરણથી આદીપ્ત છે. આ સંસાર આદીપ્ત - પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાવાપતિ ઘરમાં આગ લાગવા પર તે ઘરમાં અલ્પ ભારવાળી અને બહુમૂલ્ય વસ્તુ હોય છે. તેને ગ્રહણ કરીને સ્વયં એકાંતમાં ચાલ્યાં જાય છે. તે વિચારે છે કે અગ્નિમાં બળવાથી બચાવેલ આ પદાર્થો મારે માટે આગળ-પાછળના હિત માટે સુખ માટે...કલ્યાણ માટે ઉપયોગી થશે. તેવી જ રીતે મારી પાસે આત્મારૂપી વસ્તુ છે. તે મને ઈષ્ટ છે, કાન્ત છે, મનોજ્ઞ છે. આ આત્માને હું સાચી રીતે પામીશ. પ્રગટ કરીશ એટલે જરામરણરૂપી અગ્નિથી ભસ્મ થતા બચાવી લઈશ, તો સંસારનાં ઉચ્છેદ કરનાર થશે, તેથી હે..હે દેવાનુપ્રિય, આમ સ્વયં...મને પ્રવજિત કરો !” જસમરણથી વ્યાપ્ત સંસારનો ઉચ્છદ, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ સાધુધર્મનું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194