Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 167
________________ ૧૬૦ વિવિધા વન-જંગલ-અરણ્ય અથવા તો કૂર્મ અધ્યયનમાં બંને શિયાળ કાચબાને જે રીતે પકડીને ઉપર નીચે ફેરવે છે કે અંડક અધ્યયનમાં સાગરદત્તનો પુત્ર સંશયગ્રસ્ત થઈને મયૂરીના ઈંડાને વારંવાર તપાસે છે – તે ક્રિયા-પ્રતિક્રિયાઓનું પણ એવું તાદશ વર્ણન કરવામાં આવ્યું છે કે આપણી સામે એક ગતિશીલ ચિત્ર અંકિત થઈ જાય છે. તેવી રીતે બીજા અધ્યાયનનું કારાગારનું અને વિજયચારનું તથા નવમા અધ્યયનની રત્નદ્વીપની દેવીની અને મલ્લી અધ્યયનમાં તાલપિશાચની ભીષણતાનાં વર્ણનો પણ નોંધપાત્ર છે. વિજયચોરનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે : તે રાજગૃહ નગરમાં વિજય નામનો એક ચોર હતો. તે પાપકર્મ કરનાર, ચંડાલ જેવા રૂપવાળાં અત્યંત ભયચાનક અને ક્રૂર કર્મ કરનાર તાં. કૂદ્ધ થયેલે પુરુ, સમાન દેદીપ્યમાન અને લાલ નેત્રવાળો હતો. તેમની દાઢી અત્યંત કઠોર, મોટી, વિકૃત, અને બીભત્સ હતી. તેના હોઠ આપસમાં મળતા ન હતા. અર્થાત્ દાંત મોટા અને બહાર નીકળેલા હતા અને હોઠ નાના હતા. તેના માથાના વાળ હવામાં ઉડતા હતા. વિખરાયેલા અને લાબા હતા ભ્રમર અથવા રાહુ સમાન કાળા હતા. તે દયા અને પ્રશ્ચાતાપથી રહિત હતો. દારૂણ હતો છૂસ, અગ્નિ, જળપ્રવાહ, ગીધની માંસલોલુપતા વગેરેનો દષ્ટાન્તો દ્વારા તેની ક્રૂર મનોદશાનું યથાતથ નિરૂપણ કર્યું છે. તેના સ્વરૂપની ભયંકરતાના આલેખન પછી છૂરા, અગ્નિ, જળપ્રવાહ, ગીધની માંસલોલુપતા વગેરેના દૃષ્ટાંતો દ્વારા તેની કુર મનોદશાનું યથાતથ નિરૂપણ કરવામાં આવ્યું છે, આ અધ્યનોની રચનાપદ્ધતિ, તેનો આરંભ-અંત, કેટલાંક પરંપરાઓ અને પ્રસંગોનું પુનરાવર્તન ધર્મવિષયક સંવાદોનું વિશિષ્ટ આયોજન વગેરે તેની આગવી લાક્ષણિકતાઓ છે. જિનદર્શનને સુગ્રાહ્ય બનાવવા માટે તેમાં યોજાયેલી અસંખ્ય ઉપમાઓ, દષ્ટાન્નો, ગાથાઓ તથા ભાવ-ભાષા અને શૈલીનો રચાયેલો સુસંવાદી સમન્વય નોંધપાત્ર છે. આ સાહિત્ય મૌખિક ગુરુપરંપરા કે શ્રુતપરંપરાથી સર્જાયું હોવાનું કારણે તેમાં આરંભ અને અંતની સમાનતાઓ, વર્ણનોનું સામ્ય અને અનેક પુનરાવર્તનો જોવા મળે છે એમ કહી શકાય કે તેને કારણે તેના પાઠ યાદ રાખવામાં સરળતા રહેતી હશે. ત્રિપિટકમાં પણ આવાં પુનરાવર્તનો જોવા મળે છે. દાર્શનિક તત્ત્વનું નિરૂપણ : મહાવીર સ્વામીના વ્યાપક, ગહન ચિંતનથી પ્રેરિત, કઠોર તપશ્ચર્યા અને સાધનાથી પ્રાપ્ત જ્ઞાનદર્શન તત્કાલીન પ્રચલિત ધાર્મિક ધારણાઓમાં ક્રાન્તિકારી પરિવર્તન, સામાજિક સંરચનાના પુનનિર્માણ અને નવા જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા માટે જાગૃત જીવનદૃષ્ટિ આપનારું હતું. તેમના સમયમાં પ્રચલિત સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિથી પ્રેરિત પ્રતિક્રિયારૂપે મહાવીરસ્વામી અને ગૌતમબુદ્ધ ધર્મના ક્ષેત્રમાં જ નહિ પણ સમગ્ર જીવનવ્યાપી ઊર્ધ્વગામી દૃષ્ટિ આપી. પરંપરિત મૂલ્યોને તેના મૂળ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194