Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 165
________________ ૧૫૮ વિવિધા (૮) મલ્લી (૧૮) સુસુમાજ્ઞાત (૯) માકંદી (૧૯) પુંડરીક જ્ઞાત (૧૦) ચંદ્રમા ૧૯ અધ્યનોની સમાપ્તિ પછી જંબુસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સુધર્માસ્વામી બીજા શ્રુતસ્કંધનો પરિચય આપે છે. તેમાં દસ વર્ગ છે. તેમાં ચમર, બલિ, ચંદ્ર, સુર્ય, શકેન્દ્ર, ઇશાનેન્દ્ર વગેરેની પટરાણીઓના પૂર્વભવની કથાઓ છે. બીજા શ્રુતસ્કંધના પ્રથમ ચાર વર્ગના પાંચ અધ્યયનો, પાંચમા વર્ગના અને છઠ્ઠા વર્ગના ૩૨ અધ્યયનો, સાતમા અને આઠમા વર્ગના ચાર અધ્યયનો, અને નવમા તથા દસમા વર્ગની આઠ અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયનોનાં નામ પછી પ્રથમ અધ્યયનના મુખ્ય કથાભાગનાં આરંભ થાય છે. ઉસ્લિપ્ત, શૈલંક, મલ્લી, તેતલિ વગેરે અધ્યયનોમાં સામાન્ય રીત કથાની ભૂમિકા, આરંભ, નાયક કે નાયિકાના પૂર્વભવોનું વર્ણન - તે સાથે સૂચિત સ્થળો, પ્રસંગો કે ઘટનાઓનું આલેખન અને અંતમાં તેમણે પ્રાપ્ત કરેલા મોક્ષ વિશે કહેવામાં આવ્યું છે. સંઘાટક, અંડક, રોહિણી વગેરેમાં કથાતત્ત્વનું પ્રધાન્ય છે. તત્કાલીન સામાજિક પરિવેશ સાથે તેમાં જિનધર્મનું પ્રરૂપણ છે. તો કૂર્મક, તુંબ, મંડૂક વગેરેને રૂપકકથાઓ કહી શકાય. એક સમગ્ર-અખંડ રૂપક દ્વારા તેમાં ધર્મબોધ કરવામાં આવ્યો છે. જ્ઞાતાધર્મકથાનાં અન્ય અધ્યયનોનો પ્રારંભ મુખ્યત્વે જબુસ્વામીના પ્રશ્નથી થાય છે. जइ णं भंते ! समणेणं भगवया महावीरेण पढमस्सट नावज्झयणस्त अवपन्नते. मढे पन्नते बिडयस्स णं भंते नायज्झयणस्स के अट्टे पन्नते? શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે ભગવાન ! જો શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ જ્ઞાતાધ્યનનનો આ અર્થ કહ્યા છે તો હે ભગવન ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે!' જંબુસ્વામીના પ્રશ્નના જવાબમાં તે કાળે તે સમયે રાજગૃહ નામની નગરી હતી. એ પ્રમાણે વર્ણનનો આરંભ કરીને સુધર્મા સ્વામી કથાનકની ભૂમિકા તૈયાર કરે છે. પાછલા ત્રીજા, ચોથા, પાંચમા વગેરે અધ્યયનોનો આરંભ પણ આ રીતે જ થાય છે. અને દરેક અધ્યયનના અંતમાં સુધર્માસ્વામી આ પ્રમાણે કહે છે. एवं खलु जंयू ! समणेणं जाव दोच्चस्स नावज्झयणस्स अयमढे पण्णत्ते त्ति ठोमि । આ પ્રમાણે જબૂ! શ્રમણ ભગવાન મહાવીરે બીજા જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194