Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 164
________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૫૭ ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત ધર્મકથાઓ એવો અર્થ પ્રતિપાદિત થઈ શકે છે. કથા શબ્દ કથ એટલે કે કહેવું ધાતુમાંથી આવ્યો છે. જનસામાન્યની વાતચીત લોકો દ્વારા કહેવાતી વાતો કે કથાઓ જયાં એની વસ્તુસામગ્રી કે ઘટનાપ્રસંગ વિશેષ જિજ્ઞાસાપ્રેરક અને રસસંતર્પક બન્યા ત્યારે તે સાત્વિક અર્થમાં કથાસ્વરૂપ પામ્યાં. આલોકકથાઓનું-સાધારણ નાની કથારૂપે જેમકે-આગમોમાં આવતી દૃષ્ટાન્તરૂપ કથાઓ, કથાકોષ ઉપદેશમાલામાં આવતી કથાઓ જેવી હોઈ શકે છે - તેવી જ રીતે તરંગલીલા, કુવલયમાલા કે લીલાવતીકથા જેવી વિસ્તૃત અને ક્યારેક પ્રબંધરૂપે પણ હોય છે. આ દૃષ્ટિએ જ્ઞાતાધર્મની કથાઓ પ્રબંધરૂપ નહિ પણ દષ્ટાન્તકથાઓ છે. ઉદાહરણ કે દૃષ્ટાન્ત સહિત પ્રરૂપિત ધર્મબોધ અથવા જ્ઞાર્નવંશના મહાવીર દ્વારા કહેવામાં આવેલી ધર્મકથાઓ એવો અર્થ પ્રતિપાદિત કરી શકાય. સ્યનાપદ્ધતિ: જૈન વામના મૂળને શ્રુત કહેવામાં આવે છે. શ્રુતનો અર્થ છે. સાંભળેલું હજારો વર્ષાથી જ્ઞાનની, ચિત્તનની ધારા ગુરુ-પરંપરાથી મૌખિકરૂપે જ પ્રવાહિત રહી છે. જ્ઞાતાધર્મકથાનું સંકલન પણ આ પ્રમાણે શ્રુતપરંપરાને આધારે જ થયેલું છે. કેટલાક પ્રક્ષેપ-નિક્ષેપને બાદ કરતા તેનું કર્તત્વ મુખ્યત્વે મહાવીર સ્વામીનું જ ગણાય. જ્ઞાતાધર્મકથામાં પ્રબોધિત ધર્મકથાઓનું પ્રરુપણ મહાવીર સ્વામીના સમય દરમ્યાન જ થયું – એટલે કે લગભગ ઈ.સ.પૂ. પાંચમી સદીમાં પણ ઇ.સ.ની પાંચમી સદીમાં વલભીમાં દેવર્ધિગણિક્ષણાશ્રમણની અધ્યક્ષતામાં થયેલી પરિષદમાં તેની અંતિમ વાચના તૈયાર થઈ. તીર્થકરની વાણીની વિશિષ્ટ મુદ્રાથી અંકિત થયેલા પ્રસ્તુત ગ્રંથનું રચનાવિધાન એકંદરે સરળ અને સુસ્પષ્ટ છે. તેની રચના મુખ્યત્વે ગદ્યમાં છે. तेणं कारेण तेणं रामयणं चंपा नाम नयरी होत्था...' એ વાક્યથી પ્રથમ અધ્યયનો આરંભ થાય છે. ત્યારબાદ સુધર્મો સ્વામીના જીવન વિશેની માહિતી તથા જબૂસ્વામી સાથેના પ્રશ્નોત્તરનું નિરૂપણ છે. જબુસ્વામીના પ્રશ્નના પ્રત્યુત્તર સ્વરૂપે સુધર્માસ્વામી જ્ઞાતાધર્મકથાનું સમગ્ર સ્વરૂપ પ્રથમ અધ્યયનમાં જ સ્પષ્ટ કરે છે. તેમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાતાધર્મકથાના મુખ્ય બે શ્રુતસ્કંધ છે જ્ઞતા અને ધર્મકથા. તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં આ પ્રમાણે ૧૯ અધ્યયન છે : (૧) ઉક્લિપ્ત જ્ઞાત (૧૧) દાવદ્રવ (૨) સંઘાટક (૧૨) ઉદક (૩) અંડક (૧૩) મંડૂક (૪) કૂર્મ (૧૪) તેટલી (૫) શૈલક (૧૫) નંદીફલ (૬) તૂબ (૧૬) અમરકંકા (૭) રોહિણી (૧૭) અશ્વજ્ઞાન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194