Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 176
________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૬૯ વૃક્ષોનું વર્ણન વિશેષ રીતે નોંધપાત્ર બને તેમ છે. “હૃદક અધ્યયનમાં કાદવયુક્ત જળનું પરિશુદ્ધ કરવાની પ્રક્રિયા આપવામા આવી છે તો માર્કદી અધ્યયનમાં સયાંત્રિક નાવનું વર્ણન છે. - તત્કાલીન સમાજમાં સંગીત અને નાટકકલાનો પ્રચાર હતો. વલ્લકી, ભ્રામરી, ભીમર, પઢભ્રમરી વગેરે ૭૨ કળાઓનાં નામ મેઘકુમારના અભ્યાસ અંગેની સંદર્ભમાં આપવામાં આવ્યાં છે. પગના અંગૂઠાને જોઈને વ્યક્તિના સંપૂર્ણ શરીરની આકૃતિ દોરી શકે તેવા ચિત્રકારો તે સમયે હતા. ચિત્રકલાની જેમ શિલ્પ, સ્થાપત્યકલાનો પણ વિકાસ થયેલો હતો. નંદ મણિયારે તૈયાર કરાવેલ ચિકિત્સાલય અને ધારિણીદેવીના શયનગૃહની રચનાનું વર્ણન તે સમયની સ્થાપત્યકલાનો ઝીણવટભર્યો પરિચય આપે છે. દારિણીદેવીના શયનગૃહની રચના આ પ્રમાણે બતાવી છે : ગરની બહારના ભાગમાં સુંદર, કોમળ, વિશિષ્ટ, સંસ્થાનવાળા થાંભલા ઉપર શ્રેષ્ઠ પૂતળીઓ બનેલી હતી. ઉત્તમ ચંદ્રકાન્તાદિક મણિઓ, સુવર્ણ અને રત્નોના શિખર, કપોતમાલી, ગવાક્ષ, અર્ધચંદ્ર આકારવાળા પગથિયાં દ્વાર પાસેના ટોડલા, ચંદ્રશાળા (અગાશી) વગેરે વિસ્તૃત વર્ણન ભવ્ય શયનખંડનું તાદશ ચિત્ર રજૂ કરે છે. રાજાઓ, શ્રેષ્ઠીઓ આદિનાં ઉત્તમ પ્રકારના રેશમમાંથી બનાવેલાં વસ્ત્રો અને અતિ મૂલ્યવાન અલંકારોનાં વિસ્તૃત આલેખનો અહીં થયાં છે. કથાતત્ત્વો અને કથાઘટકો : પ્રસ્તુત આગમ ગ્રંથ મુખ્યત્વે જ્ઞાન-એટલ ઉદાહરણો કે દષ્ટાન્તો પર આધારિત છે. પરંતુ તેનો હેતુ કેવળ કથાતત્ત્વ દ્વારા જનમનરંજન કરવાનો નથી, પરંતુ ધાર્મિક પ્રતિબોધ આપવાનો છે. તેથી કથા તેમાં સાધનરૂપ છે. સાધ્ય નહિ. સંઘાટ અંડક રોહિણી, અમરકંકા વગેરે માકંદીકથામાં કથાનું તત્ત્વ સવિશેષ છે. તેમાં કથાનો આરંભ, વિકાસ, પારાકાષ્ટા અને અંત-એમ વિવિધ તબક્કાઓની સ્પષ્ટ રેખા જોઈ શકાય છે. પણ ઉસ્લિપ્ત, શૈલક, મલ્લી વગેરે અધ્યયનોમાં મુખ્યત્વે ચરિત્રકથાઓ છે. તેમાં પૂર્વભવોની કથાઓ પણ આપેલી છે તેથી કથાતંતુનો વિકાસ અને સંકલના શિથિલ જણાય છે. જો કે આ દરેકમાં ધર્મબોધનો હેતુ સિદ્ધ કરવાનો હોવાથી વસ્તુસંકલનાથી સુગ્રંથિતતાને મહત્ત્વ અપાયું નથી. કૂર્મ, તંબૂક, ચંદ્ર, દાવદ્રહ, નંદીફલ વગેરે તો સ્પષ્ટ રીતે જ રૂપકકથા છે. તેમ છતાં આ કથાને વધુ અસરકારક અને પ્રભાવક બનાવવા માટે કેટલીક સામાજિક રૂઢિઓ, પ્રાકૃતિક ઘટનાઓ, પરંપરિત મૂલ્યો વગેરેનાં કેટલાંક સ્વીકૃત કથાઘટકોનાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે સમયપરિવર્તન સાથે આ કથાઘટકોમાં પરિવર્તન આવતું હોય છે. શાપ અથવા વરદાન, ઈશ્વરીય ચમત્કાર, દૈવી સહાય, રૂપપરિવર્તન, પરકાયપ્રવેશ, અદશ્ય થવું, આકાશગમન, દિવ્ય કે ચમત્કારિક વાહન-રથવિમાન વગેરે. વિશિષ્ટ વિધાઓ. સિદ્ધિ, મંત્ર-તંત્રાદિ, આકાશવાણી, સત્ય કે પતિવ્રતાધર્મનો પ્રભાવ, સ્વપ્નનિર્દેશ, દોહદ, શુક્ર દ્વારા ભાવિનો નિર્દેશ, યક્ષ-વિઘાધર વગેરે. પશુ-પક્ષીઓની બોલી અને માનવસંદેશ વ્યવહાર, ઉજીનગર મળવું, ચિત્ર જોઈને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194