Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 173
________________ ૧૬૬ વિવિધા જવાબદારી પોતે ઉપાડી લેશે. અર્થાત્ દીક્ષા લેવા માટે અનુમોદન આપે છે. તે સમયે અન્ય શ્રમણસંપ્રદાયો પણ અસ્તિત્વમાં આવ્યા હતા. આ તપસ્વીઓ કે તીર્થકરો-ધાર્મિક સંપ્રદાયના અગ્રેસરો પોતાના વિશાળ શિષ્યસમુદાય સાથે દેશના વિવિધ ભાગોમાં પરિભ્રમણ કરતા હતા. અને સામાન્ય જનસમુદાયને ધર્મનો ઉપદેશ આપતા હતા. સામાજિક સ્થિતિ : પ્રસ્તુત ગ્રંથમાં દર્શન અને ધર્મના સંદર્ભમાં તત્કાલીન સમાજવ્યવસ્થાનું પણ યથાતથ ચિત્ર ઉપસી આવે છે. મુખ્યત્વે રાજા અને શ્રેષ્ઠીઓના કુટુંબજીવનની વિપુલ સામગ્રી મળે છે. પણ તે સાથે સમાજના રીતરિવાજો, સ્ત્રીઓની સ્થિતિ, રાજકીય અને આર્થિક વ્યવસ્થા વગેરેનો પરિચય પણ પ્રાપ્ત થાય છે. કુટુંબમાં સ્ત્રીનું સ્થાન ગૌરવભર્યું હતું. મલ્લી અધ્યયનમાં મલ્લીના પિતા, મલ્લીનું કથન માન્ય રાખીને તેની સામે યુદ્ધમે ઉતરેલા રાજાઓને પોતાના મહેલમાં આમંત્રણ આપે છે “રોહિણી' અધ્યયનમાં તો સ્ત્રીશક્તિનું ગૌરવ કરનાર ધન્ય સાર્થવાહ જેવા શ્રેષ્ઠીનો પરિચય મળે છે. રોહિણી ઘરની પુત્રવધૂ હોવા છતાં કુટુંબનું સઘળું ઉત્તરદાયિત્વ સંભાળી લે છે. કુટુંબનો વડો કુટુંબના હિત માટે યોગ્ય વ્યવસ્થા કરવા તતમ રહેતો હતો – એમ ધન્યસાર્થવાહના દૃષ્ટાન્ત દ્વારા જાણવા મળે છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધમાં કાલી આદિ અનેક દેવીઓની જ કથા આપવામાં આવી છે. તેમાં સ્થળકાળ સિવાય એકસૂત્રતા ઘણી છે. પરંતુ સત્રીઓ પણ મોક્ષપ્રાપ્તિની અધિકારિણી છે – એ હકીક્તનો સ્પષ્ટ સ્વીકાર થયેલો હતો. બીજા શ્રુતસ્કંધનું દેવીઓનું વર્ણન ત્રિપિટક સાહિત્યના ચેરીગાથા” ના ગ્રંથની યાદ અપાવે છે. અલબત્ત ત્યાં ૭૩ ચેરીઓનાં કથાનકમાં તેમની જીવનઘટનાઓને અલગ અલગ રીતે વણી લેવામાં આવી છે. આ સ્ત્રીઓ સમાજના વિભિન્ન વર્ગમાંથી આવતી હતી. તેથી તેમના કથાનક પણ જિજ્ઞાસાપ્રેરક અને દૃષ્ટાંતમૂલક બન્યાં છે. જૈનધર્મની જેમ બૌદ્ધધર્મ સ્ત્રીને નિવણપ્રાપ્તિનો અધિકાર છે. એ હકીકત સ્વીકાર છે. અલબત્ત સ્ત્રીનું મૂખ્ય કાર્યક્ષેત્ર ઘર જ હતું. પરંતુ સામાજિક કાર્યો માટે સ્ત્રીઓ ઘરની બહાર જતી. ચાવણ્યા ગૃહપત્ની પોતે જ રાજદરબારમાં છે. તે લૌકિક અને રાજકીય વ્યવહાર અને વ્યાપાર આદિમાં કુશળ હતી. માતાના નામથી પુત્રની ઓળક આપી શકાતી-જેમકે ચાવચ્યાપુત્ર. બીજા શ્રુતસ્કંધની કાલી આદિ દેવીઓ વિવિધ દેવલોક અને વિમાનમાં ઉત્પન્ન થઈને વિપુલ, રિદ્ધિ સિદ્ધિ, સમુદ્ધિ ભોગવતી હતી અને તેમણે વિશિષ્ટ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. સમાજમાં ગણિકાનું સ્થાન પણ માનભર્યું હતું. રાજપુત્રો અને શ્રેષ્ઠિપુત્રો પણ ગણિકાને ઘરે જતા અને તેમને વિપુલ ધન-સંપત્તિ આપતા હતા. ગણિકાઓ અનેક કળાઓમાં નિપુણતા મેળવતી હતી. તે સમયે શ્રેષ્ઠી કુટુંબોમાં એક કરતાં વધારે પત્નીની પ્રથા પ્રચલિત હતી. ધનિક કુટુંબોમાં પુત્રને ઉછેરવા ધાયમાતા રાખવામાં આવતી હતી. બાળકને દૂધ આપનાર, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194