Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 166
________________ જ્ઞાતાધર્મકથા : સમીક્ષાત્મક અધ્યયન ૧૫૯ સુધર્મા સ્વામીના ઉપરોક્ત વાક્યથી કથાની સમાપ્તિ થાય છે. કથાઓના આરંભ અને અંતની પદ્ધતિ લગભગ સમાને. ત્રિપિટકના પાલિસૂત્રો પણ આ “પર્વ મને સૂત'. શબ્દોથી એક સરખી રીતે શરુ થાય છે. અને અંતમાં ગૌતમ બુદ્ધનાં વચનોનું અભિનંદન – અભિવાદન કરીને ભિક્ષુ કે ઉપાસક તેમની પાસેથી વિદાય લે છે – એવું વર્ણન મળે છે. અહીં કથાઓની અંદર અવાંતરકથાઓ અને મુખ્યત્વે એક સાથે વ્યક્તિનાં ત્રણ કે ચાર પૂર્વભવન્ત કથાઓનું આલેખન જોવા મળે છે. કુતિરચનાનું મુખ્ય ધ્યેય - આ ઋતગ્રંથ છે ત્યાં સ્વાભાવિક રીતે જ વીતરાગના પ્રતિબોધનું પ્રતિપાદન કરવાનું તેનું ધ્યેય છે. પણ સરળ, રોચક, પ્રવાહી અને સંવાદાત્મક શૈલીને કરણે તાત્ત્વિક સિદ્ધાંતનું સુબોધ અને સહજ ગ્રાહ્ય નિરૂપણ થયુ છે. વ્યક્તિ કે વસ્તુના વિસ્તૃત વર્ણનમાં લાંબી સમાસાન્તક પદાવલિ જોવા મળે છે. અન્યથા ટૂંકા વાક્યો અને કર્યોપકથનની રીતિ નિરૂપિત વિષયને મનોગ્રાહ્ય બનાવે છે. શુક્ર પરિવ્રાજક અને ચાવાપુત્ર અનગારના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, રત્નત્રય, સંયમ, ધ્યાન વગેરે વિશેની તાત્વિક ચર્ચા કે સંવાદ શૈલીની દષ્ટિએ નોંધપાત્ર છે. કેટલાક સચોટ, ચિત્રાત્મક અને આલંકારિક વર્ણનો પણ અહીં ઉપલબ્ધ છે. નગરી, રાજા, પ્રભાત, ઋતુઓ વગેરેનાં વર્ણનો નાથપૂર્વવત શબ્દથી જ સૂચવાયાં છે. તો ક્યારેક તેમાં વિગતપ્રચુર આલેખનો પણ જોવા મળે છે. પ્રથમ અધ્યયનનું પ્રભાતનું વર્ણન મનોહર છે : તદનન્તર (સ્વપ્નવાળી રાત્રિ પછી બીજા દિવસે) રાત્રિ પ્રકાશમાન પ્રભાત રૂપ થઈ પ્રફુલ્લિત કમળોના પત્રો વિકસિત થયા. કાળા મૃગના નેત્રો નિદ્રારહિત હોવાથી વિકસ્વર થયા. પછી તે પ્રભાત પાડુર-શ્વેત વર્ણવાનું થયું. લાલ અશોકની ક્રાંતિ, પલાશના પુષ્પપોપટની ચાંચ, ચણોઠીનો રાતો, અર્ધો ભાગ, બંધુજીવક (બપારીયા)નું પુષ્પ કપાતના પગ અને આંખ, કોકિલાનાં નેત્ર, જાસુદના પુષ્પ, જાજવલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ, તથા હિંગળોકના સમૂહની લલિમાથી પણ અધિક લલિમાથી જેની શ્રી અધિક શોભાયમાન છે. એવો સૂર્ય ક્રમથી ઉદિત થયો. સૂર્યનાં કિરણોનો સમૂહ નીચે ઉતરીને અંધકારનો વિનાશ કરવા લાગ્યાં. બાળ-સૂર્ય રૂપી કુકમથી માનો જીવ લોક વ્યાપ્ત થઈ ગયો. નેત્રોના વિષયનો પ્રચાર થવાથી વિકસિત થનાર લોકસ્પષ્ટ રૂપથી દેખાવા લાગ્યો. સરોવરોમાં સ્થિત કમળના વનને વિકસિત કરનાર તથા હજાર કિરણોથળો દિવસને કરનાર સૂર્યતેજ વડે જાજવલ્યમાન થયો. તે સમયે રાજા શ્રેણિક શયામાંથી ઊભા થયા. અકાળે મેઘના દોહાની પૂર્તિ માટે કલ્પના કરતી ધારિણી દેવીના સંદર્ભમાં વર્ષાઋતુના રમણીય ચિત્રો પણ આલેખાયા છે. મહદ અંશે પ્રત્યેક પાત્ર, પ્રસંગ, ઘટના, સામાન્ય જણાતી ક્રિયાઓ-વગેરેનું અતિ સૂક્ષ્મ રીતે, ચોક્સાઈપૂર્વકનું, વિસ્તૃત અને સમગ્રલક્ષી વર્ણન કરવામાં આવ્યું છે. પારિણીદેવ કે ભદ્રાભામિનીનું સૌંદર્ય, ધારિણીદેવીનો શયનખંડ, વ્યાયામ શાખામાંથી બહાર નીકળીને વસ્ત્ર-અલંકાર ધારણ કરતા રાજા શ્રેણિક, કારાગાર, માલુકાજગચ્છ ઋતુઓ, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194