Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 152
________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ ખંભાતનિવાસી સંઘવી સાંગણ અને માતા સરૂપાદેના પુત્ર કવિ ઋષભદાસ સત્તરમી સદીના પૂર્વાર્ધના એક ખ્યાતનામ વિદ્વાન કવિ હતા. જહાંગીર અને શાહજહાંના રાજ્યકાળ દરમિયાન ખંભાતમાં રહીને જ તેમણે અનેક રાસાઓ, સજઝાયો, સ્તવનો અને ગીતો રચીને ગુજરાતી સાહિત્યમાં એક સમર્થ કવિ તરીકેનું સ્થાન મેળવ્યું હતું. સમય કે તેમના જન્મ કે મૃત્યુ વિશેની કોઈ ચોક્કસ તિથિનો ઉલ્લેખ તેમની કૃતિઓમાં કે અન્યત્ર મળતો નથી. આથી તેમના જીવનની બ સીમાઓ- પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા અનુમાનથી આંકવામાં આવી છે. તેમની પ્રથમ મોટી કૃતિ ‘ઋષભદેવ રાસ' સં. ૧૬૬૨ (ઈ. ૧૬૦૬) માં રચાઈ છે. તે પહેલાં પણ કેટલીક કૃતિઓ રચાઈ હોવાની શક્યતા છે. તેને આધારે તેમનું સાહિત્યસર્જન ઈ. ૧૬૦૧ થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી ગણી શકાય. તેમની છેલ્લા ગણાતી સાહિત્યકૃતિ ‘રોહણિયા રાસ’ સં. ૧૬૯૮૮ એટલે કે ઈ. ૧૯૩૪ માં રચાયેલી છે. ત્યાર બાદ એકબે કૃતિ રચાઈ હોવાની સંભાવના રહે. આમ તેમના સર્જનની ઉત્તરમર્યાદા ઈ. ૧૬૩૫ ગણી શકાય. આ પ્રમાણે તેમનો કવનકાળ ઈ. ૧૬૦૧ થી ઈ. ૧૬૩૫નો ગણાય. ૧૪૫ ‘હીરવિજયસૂરિ રાસ’ તથા ‘ઉપદેશમાલા રાસ'માં કવિએ પોતે સમસ્યાયુક્ત પદ્યમાં પોતાનાં નામ, વતન, પિતા, માતા, રાજા આદિનો વિશિષ્ટ રીતે પરિચય આપ્યો છે. તેઓ તપગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય હતા. કવિને સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્ય તથા ધર્મનું સારું જ્ઞાન હતું. સરસ્વતીદેવીની તેમના ઉપર અનહદ કૃપા હતી. ઋષભદાસે પોતે અનેક હોંશિયાર વિદ્યર્થીઓને ભણાવ્યા હતા. અને પોતાના ઉત્તમ આચારવિચાર વડે તેઓ એક પરમ શ્રાવક તરીકે આળખાતા હતા. તેમનો પરિવાર બહોળો, સુખી તેમજ સમૃદ્ધ હતો. તેમના પિતા તથા દાદાએ સંઘ કાઢેલા અને તેમની પોતાની ઇચ્છા પણ સંઘ કાઢવાની હતી. પણ દ્રવ્યના અભાવે પૂરી થઈ શકેલી નહીં. તેમણે પોતે શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર વગેરે તીર્થોની જાત્રા કરી હતી. કૃતિઓ કવિએ ‘હીરવિજયસૂરિ રાસ’ માં જણાવ્યું છે તે પ્રમાણે તેમણે ૩૪ રાસ, ૫૮ સ્તવન તથા અનેક ગીતો, સઝાયો, સ્તુતિ, (થોયો) વગેરે રચ્યાં હતાં. તેમાં ‘ઋષભદેવ રાસ', ‘સ્થૂલભિદ્ર રાસ’, ‘સુમિત્રરાજર્ષિ રાસ', ‘કુમારપાલ રાસ’, ‘ભરતબાહુબલી રાસ', ‘હિતશિક્ષા રાસ', ‘શ્રેણિક રાસ', ‘કયવન્ના રાસ’, ‘હીરવિજયસૂરિ રાસ', ‘અભયકુમાર રાસ’, ‘રોહણિયા રાસ’ વગેરે મુખ્ય છે. આ રાસાઓ ૨૨૩ થી માંડીને ૬૫૦૦ જેટલી ગાથાઓમાં રચાયા છે. ‘નેમિનાથ નવરસો’,‘નેમિનાથ રાજિમતી સ્તવન', ‘આદિનાથ વિવાહલો', બાર આરા સ્તવન’, ‘તીર્થંક૨ ૨૪નાં કવિત' એ તેમની નાની પણ નોંધપાત્ર કૃતિઓ છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194