Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 154
________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ નૃપવચને તે સોધઇ નારિ, પુરુષ ન દિસઇ તેણિ ઠારી, સામી, એહમાં નહિ મુજ કંત, રાય વિનોદ થયો અત્યંત, ફિરી પેઢો બજાવ્યો જસઇ, રાણો આવ્યો તસઇ નારી આલેખી લીઈ ભરતાર, પંડિત કવિઅણ કરŪ વિચાર, નરસમુદ્ર એ પાટણ સહી, નરનારિ સંખ્યા નવિ લહી. બાહુબળના રાજ્યમાં સંદેશો લઈને જતા બ્રાહ્મણનું (‘ભરતબાહુબલી રાસ') અને ‘કુમારપાળ રાસ’માં કદરૂપા નરનાં વર્ણન પણ એવાં ૨મૂજપ્રેરક અને તાદ્દશ રીતે આલેખાયેલાં છે. ‘હિતશિક્ષા રાસ'માં વ્યાજસ્તુતિ અને સ્વભાવોક્તિથી કુરૂપ નારીનું કરેલું વર્ણન પણ નોંધપાત્ર છે : વિંગણ રંગ જિસી ઉજલી, ભલ કોઠી સરખી પાતલી, નીચી તાડ જિસી તું નાર, ક્યાંહાંથી આવી મુઝ ઘરબાર, ન્હાનું પેટ જિયો વાદલો, લહ્યો હિણ જિસ્સો કાંબલો, જીભ સુંહાલી દાતરડા જિસી, દેખી અધર ઊંટ ગયા ખસી, ભેંશનયણી આવી ક્યાંહથી, પખાલ જલકી જા ખફ નથી. પગ પીંજણી ને વાંકા હાથ, બાવલ શું કોણ દેશે બાથ, લાંબા દાંત ને ટૂંકું નાક, ત્રૂટકની મુખ કડવાં વાક્ય, ટૂંકી લટીયે, ઘોઘર સાદ, જા ભૂંડી તુઝ કિશ્યો સંવાદ. નગ૨ વર્ણનોની જેમ કવિનાં યુદ્ધવિષયક વર્ણનો પણ નોંધપાત્ર છે. તેમાં રથ, અશ્વ, હય, અનેક શસ્ત્રસ્ત્રો વિશેની કવિની જાણકારીનો પરિચય પણ મળે છે. ભરત અને બાહુબળી વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ - દૃષ્ટિયુદ્ધ, વચનયુદ, મલ્લયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ - પ્રાચીનકાળનાં હાથોહાથ થતાં દ્વંદ્વયુદ્ધનો તાદ્દશ ખ્યાલ આપે છે. ‘ભરતેશ્વર રાસ' માં અન્યત્ર યુદ્ધનું વર્ણન કવિ આ રીતે કરે છે : પૃથિવી લાગી ધ્રુજવાજી, દિશિનો થાએ રે દાહ, ઉલ્કાપાત થાએ સહીજી, અતિ ભૂંડા ત્યાં વાય, ઊડે ખેહ ત્યાં અતિ ઘણા જી, અને હોય તિહાં નિઘાત. પીતવર્ણો દહાડો થયો જી, દેખે બહુ ઉત્પાત, સાયરને શોષે સહી જી, કરે પર્વત ચકચૂર, ૧૪૭ ૐ આકાશ ધંધોળતાજી, પૃથિવી ફાડે શૂર, અગ્નિમાં પેસે સહીજી, સિંહ શું લેતા ૨ે બાથ. નિરૂપ્યમાણ વિષયને યથાતથ રીતે આલેખતાં ઋષભદાસનાં આવાં વર્ણનો જીવન અને જગતનાં વિવિધ ક્ષેત્રો વિશેના તેમના બહોળા જ્ઞાનનો પરિચય આપે છે. કવિ પ્રેમાનંદની વર્ણનશૈલીનું સ્મરણ કરાવે તેવાં અનેક અન્ય વર્ણનો પણ મળે છે. કોઈ એકાદ વીગતના આલેખનના અનુષંગે કવિ તે તે વિષયની તલસ્પર્શી જાણકા૨ી પણ આપે છે. ‘ભરતેશ્વર બાહુબળી રાસ' માં વજ્રનાભ પુંડરિકનગરીનો રાજા છે. પોતાનાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194