Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 158
________________ શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ પીપલ તણું જિમ પાંડું, ચંચલ જિમ ગજ-કાન ધન-યૌવન-કાયા અસી, મ કરો મન અભિમાન. આ પ્રકારની પંક્તિઓ વેધક અને સૂત્રાત્મક બની છે. કવિએ હાસ્ય વર અને કરુણરસના આલેખનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. પરંતુ લગ્નની વિધિ દ્વારા જ વીતરાગોને ઉદ્બોધનાર આ કવિનું લક્ષ્ય ભક્તિબોધક શાંત ઉપશમના નિરૂપણનું જ છે. આ દૃષ્ટિએ જોઈએ તે સિદ્ધરાજના મૃત્યુપ્રસંગને વર્ણવતું ગીત કવિની ઉત્તમ કાવ્યકૃતિ છે. કરુણરસના નિરૂપણમાં દેખાતું કવિનું કાવ્યકૌશળ, મૃત્યુની સાથે જ જીવનની ક્ષણભંગુરતાનું પ્રગટ થતું ગૂઢ રહસ્ય અને અત્યંત કાવ્યાત્મક રીતે અંતમાં પ્રગટતા શાંત ઉપશમના ભાવને કારણે પ્રસ્તુત કાવ્ય ઋષભદાસની એક વિશિષ્ટ અને નોંધપાત્ર સર્જકકૃતિ બની રહે છે. આખું કાવ્ય હૃદયને આરપાર વીંધે તેવું છે. ચિંતામાં ભડભડ બળતા જેસંગના દેહને અનુલક્ષીને કવિ કહે છે : સોનાવરણી ચેહ બળે રે, રૂપાવરણી તે હ રે, કુંકુમવરણી રે દેહડી, અગન પરજાલી તેહ રે. જે ન૨ ગંજી રે બોલતા, વાવરતા મુખમાં પાન રે, તે નર અન રે પોઢિઆ કાયા કાજલવાન રે. ચંપકવરણી રે દેહડી, કદલીકોમલ જાંઘ રે, તે નર સૂતા રે કાષ્ઠમાં, પડે ભડોભડી ડાંગ રે. દેવિડંબણ નર સૂણી, મ કરિસ તૃષ્ણા તું લાખ રે, જેસંગ સરિખો રે રાજઓ, બાલી કર્યો તિહાં રાખ રે. ૧૫૧ જીવનની આવી ક્ષણભંગુરતાને જ અનુલક્ષીને કવિ ધર્મવિચાર અને રાગત્યાગનો બોધ વારંવાર આપે છે હૃદયને તરત સ્પર્શી જાય તેવો એક સુંદર બોધક પ્રસંગ કવિએ ‘ભરતેશ્વર બાહુબલી' રાસ'માં નિરૂપ્યો છે. ભરત પોતાના ૯૮ ભાઈઓને બોલાવવા દૂતો મોકલે છે. એ ૯૮ ભાઈઓ ભેગા થઈને જિનને પૂછે છે, ‘રાજ્ય લિએ ભરતેશ્વરુ, નમિએ કે વઢિયે તાત?' રાજ્ય માટે ભરત સાથે યુદ્ધ કરીએ કે સમાધાન ? ત્યારે ઋષભ સંક્ષેપમાં, પણ ચિત્તવેધી જવાબ આપે છે : ઋષભ કહે વઢિયે સહી રે, મોહકષાયની સાથ, રાગ દ્વેષ અ૨િ જિતિયે રે, નમિ ધર્મ સંગાથ. આપણે જોઈ શકીએ છીએ કે આવી બોધક પંક્તિ પણ કાવ્યત્વથી રસાઈને આવે છે અને ચિત્તને સ્પર્શી જાય છે. તેમનાં ગીતોના નાના પદબંધ અને લય મનોહારી છે. તેમના રાસાઓમાં વારંવાર આવાતં ગીતો ઋષભદાસની ગીતકવિ તરીકેની પ્રતિભાનો પણ પરિચય કરાવી આપે છે. તેમની દેશીઓમાં પણ રાગ અને લયની દૃષ્ટિએ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. વિધવિધ રાગનાં પદો પરનું પ્રભુત્વ, સચોટ અને સમુચિત ઉપમા, દૃષ્ટાન્ત કે રૂપકાદિ અલંકારોથી સધાતી ચિત્રાત્મકતા, ઊર્મિરસિત ચિંતન અને લયભરી બાની ઋષભદાસને સફળ કવિ તરીકેનું સ્થાન અપાવે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194