Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૪ વિવિધા કરવામાં આવ્યો છે. તીર્થકરોનાં જીવનચરિત્રો દ્વારા પણ તે સમયની રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિની સાથે ઐતિહાસિક અને ભૌગોલિક સ્થિતિની જાણકારી મળે છે. જેમ કે ઋષભદેવના પુત્ર ભરતે દેશ-વિજય માટે યાત્રાનો આરંભ કર્યો - તે નિમિત્ત કેટલાંક સ્થળોની માહિતી મળે છે. તો ૨૪ તીર્થકરોનાં પારણાં-ઉપવાસ-ભિક્ષાલાભ આદિ જે નગરોમાં થયાં હતાં તે નગરોનાં નામ પણ અહીં આપ્યાં છે : હસ્તિનાપુર, અયોધ્યા, શ્રાવસ્તી, સાકેત, વિજયપુર, બ્રહ્મસ્થલ, પાટલિખડ, પાખંડ, શ્રેયપુર, રિખપુર, સિદ્ધાર્થફુર, મહાપુર, ધાન્યકર, વર્ધમાન, સોમનસ, મન્દિર, ચક્રપુર, રાજપુર, મિથિલા, રાજગૃહ, વીરપુર, દ્વારવર્તી, કૂપકટ, કોલ્લાકગ્રામ. તેની સાથે જે વ્યક્તિઓ દ્વારા ભિક્ષાલાભ થયો તેમની પણ માહિતી મળે છે. તીર્થકરોના જન્મ, તપશ્ચર્યા, જ્ઞાનપ્રાપ્તિ, ધર્મોપદેશ, નિર્વાણ વગેરે પ્રસંગો નિમિત્તે અનેક નગરો, પર્વત, નદીઓ વગેરેનો ઉલ્લેખ થયો છે. આ દૃષ્ટિએ સંસ્કૃતિના અભ્યાસ માટે પણ આ ગ્રંથ નિઃશંક અનેક રીતે ઉપયોગી બની શકે તેમ છે. જૈનદર્શનના ગહન વિષયને નિર્યુક્તિકારે સમુચિત ઉપમા-દષ્ટાન્ત વગેરે અલંકારોના વિનિયોગથી સરળ અને સુબોધ શૈલીમાં રજૂ કર્યો છે. આરંભમાં આગ લાગેલા જંગલમાં ઊભેલો પંગુ અને આમતેમ દોડતો અંધજન એ બેનાં દૃષ્ટાન્ત દ્વારા જ્ઞાન અને ક્રિયાના સુવ્યવસ્થિત સમન્વયની અનિવાર્યતા એમણે અસરકારક રીતે દર્શાવી છે. આ પ્રકારનાં અનેક દૃષ્ટાન્તોથી આ ગહન વિષય સમજવામાં સુબોધ બની શક્યો છે. શૈલીની પ્રવાહિતા નોંધપાત્ર છે. આચાર્ય ભદ્રબાહુ જૈનદર્શનના પ્રખર જ્ઞાતા તો હતા જ, પણ તેમણે યોજેલાં સમુચિત ઉપમાનો, આલેખેલા પ્રસંગો અને ઘટનાઓને આધારે કહી શકાય કે અન્ય દર્શનો અને વિષયોનો તેમનો અભ્યાસ પણ ગહન અને તલસ્પર્શી હતો. માનવમનના પણ તે જ્ઞાતા હતા. માનવમનની ગતિવિધિને પારખીને જ તમણે વિષયની રજૂઆત કરી છે, અને તેથી જ તે વધારે સુગ્રાહ્ય બન્યો છે. ભાષાપ્રભુત્વ અને સરળ, પ્રવાહી, ઉપમાદિ અલંકારોના વિનિયોગથી યુક્ત શૈલીને કારણે આવશ્યકનિયુક્તિ અભ્યાસીઓને માટે માર્ગદર્શક બની રહે તેવો ગ્રંથ છે. સંદર્ભ ગ્રંથ १. श्रीमद् भद्रबाहु स्वामीरचित, आवश्यकनियुक्ति : (भाग-१,२), पुनःप्रकाशन श्री भेरलाल कनैयालाल कोठारी धार्मिक ट्रस्ट, मुंबई, विक्रम संवत २०३८ २. प्राकृत साहित्यका इतिहास, ले.डो. जगदीशचंद्र जैन, चौखम्बा विद्याभवन प्रकाशन, वाराणसी - રૂ. નૈનસાહિત્ય વૃદ તિહાસ (મા-), . શ્રી. મોદીનાત મેહતા, પાર્શ્વનાથ विद्याश्रम शोधसंस्थान, वाराणसी, द्वि.आ. १९८९. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194