Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૨ પ્રાપ્તિ થાય છે. શુદ્ધ ચારિત્રધર્મનો ઉદય થવાથી કર્મનિર્જરા થાય છે અને ક્રમશઃ છ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રત્યાખ્યાનના ફળસ્વરૂપે મોક્ષનું શાશ્વત સુખ મળે છે. પ્રત્યાખ્યાન આવશ્યકસૂત્રનું અંતિમ અધ્યયન છે અને તેના ફળકથન સાથે આવશ્યકનિર્યુક્તિ સમાપ્ત થાય છે. વિવિધા આવશ્યકનિર્યુક્તિમાં છ આવશ્યકનું કથન અને તેનું વિવરણ વિષયવસ્તુની દૃષ્ટિએ મહત્ત્વનું છે. તેનું મુખ્ય ધ્યેય છ આવશ્યકના સૂક્ષ્મતમ રહસ્યને પ્રગટ કરવાનું છે, પણ અહીં તેનું ફલક અત્યંત વ્યાપક બની ગયું છે. જૈનદર્શનના ગહ સિદ્ધાંતો, તત્ત્વનિરૂપણ અને આચારવિચારની વિધિનું અત્યંત ઊંડાણથી અને તલસ્પર્શી રીતે અહીં નિરૂપણ થયું છે. આમાંથી કોઈપણ આવશ્યકને અનુલક્ષતી વિગતોની, તેના સમગ્ર સ્વરૂપની અત્યંત ઝીણવટથી સર્વાંગી છણાવટ કરી છે. જેમ કે કાયોત્સર્ગનાં વિધિ-વિધાન વગેરેનું વિવિધ દ્વારોથી વ્યાખ્યાન કરતી વખતે તેના ૧૯ દોષો પણ તેમણે વર્ણવ્યા છે. તેમાં માનવમન અને તનવિષયક સૂક્ષ્મ વ્યાપારો અંગેની તેમની ઊંડી સમજશક્તિનો પરિચય મળ છે. નિર્યુક્તિકારની વિશેષતા એ છે કે નિરૂપ્યમાણ વિષય સાથે સંબંધિત સર્વ વિગતો ચોક્સાઈપૂર્વક રજૂ કરે છે. એના નામમાત્રનો નિર્દેશ કરીને જ તે અટકતા નથી, તેની સ્પષ્ટ સમજૂતી આપે છે અને જરૂર જણાય ત્યાં દૃષ્ટાન્તો પણ રજૂ કરે છે. જેમ કે આહાર પ્રત્યાખ્યાન વિશે ચર્ચા કરતાં તેઆ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ - એ ચાર પ્રકારની આહારવિધિ હોવાનું જણાવીને એ દરેકની વ્યાખ્યા પણ કરે છે. જે શીઘ્ર ક્ષુધાને શાન્ત કરે છે તે અશન છે, જે પ્રાણ અર્થાત્ ઇન્દ્રિયાદિનો ઉપકાર કરે છે તે પાન છે, જે આકાશમાં એટલે કે ઉદરના રિક્ત ભાગમાં સમાય છે તે ખાદિમ છે, જે સ-રસ આહારના ગુણોનો સ્વાદ પ્રદાન કરે છે તે સ્વાદિમ છે. વંદન વિશે વ્યાખ્યા કરતાં વંદન કોને કરવું, કેવી રીતે કરવું વગેરે વિશે સમગ્રલક્ષી ચર્ચા કરી છે. વંદન સુયોગ્ય વ્યક્તિને જ કરવું જોઈએ. આચાર્ય ભદ્રબાહુના મતાનુસાર ગુણહીન, અવંઘ વ્યક્તિને વંદન કરવાથી કર્મોની નિર્જરા થતી નથી, પણ અસંયમ અને દુરાચારને અનુમોદન આપવાથી કર્મોનો બંધ થાય છે. આ પ્રકારનું વંદન વ્યર્થ કાયાક્લેશ છે. શ્રમણોએ અસંયતી, માતા, પિતા, ગુરુ, સેનાપતિ, પ્રશાસક, રાજા, દેવ, દેવી વગેરેને વંદન ન કરવા જોઈએ. જે સંયતી છે, મેધાવી છે, સુસમાહિત છે, પંચસમિતિ અને ત્રિગુપ્તિથી યુક્ત છે, તે શ્રમણને જ વંદના કરવી જોઈએ સંયમભ્રષ્ટ સંન્યાસીઓને વંદન કરવાની ન કીર્તિ મળે છે, ન નિર્જરા થાય છે, તે કેવળ કર્મબંધનું જ કારણ બને છે. વંદના કરનાર પોતે પણ પંચમહાવ્રતમાં આલસ્યરહિત, સંયમી અને નિર્જરાર્થી હોવો જોઈએ. જૈન વિચારધારા અનુસાર ચારિત્ર અને સદગુણથી સંપન્ન વ્યક્તિઓ જ વંદનીય છે. આવશ્યકનિર્યુક્તિમાં વંદનના ૩૨ દોષોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. વંદનના સમયે સ્વાર્થભાવ, આકાંક્ષા, ભય અને અનાદરનો ભાવ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194