________________
આચાર્ય ભદ્રબાહુકૃત આવશ્યક નિર્યુક્તિ
ક્રિયા, (૨) પ્રતિક્રમણના કર્તા અને (૩) જેનું પ્રતિક્રમણ કરવાનું છે તે અશુભયોગરૂપ કર્મ (પ્રતિક્રન્તવ્ય), પ્રતિચરણા, પરિહરણા વારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હા, શુદ્ધિ વગેરે પ્રતિક્રમણના પર્યાયો છે. પ્રતિક્રમણના દૈવસિક, રાત્રિક, ઇત્વરિક, યાવત્કથિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક વગેરે પ્રકારો હોય છે. પ્રતિક્રમણના સંદર્ભમાં મહાગિરિ, સ્થૂલભદ્ર, ધર્મઘોષ, સુરેન્દ્રદત્ત, વાસ્તક, ધન્વન્તરિ વૈદ્, આર્ય પુષ્પભૂત વગેરે વ્યક્તિઓનાં દૃષ્ટાન્તો રજૂ કરવામાં આવ્યાં છે.
કાયોત્સર્ગ
નિર્યુક્તિકારે અગિયાર દ્વારો વડે કાયોત્સર્ગ શબ્દ સમજાવ્યો છે : (૧) નિક્ષેપ, (૨) એકાર્થક શબ્દ, (૩) વિધાનમાર્ગણા, (૪) કાલપ્રમાણ (૫) ભેદપરિમાણ, (૬) અશઠ, (૭), શઠ, (૮) વિધિ, (૯) દોષ, (૧૦) અધિકારી અને (૧૧) ફળ. કાર્યોત્સર્ગમાં બે પદ છે : કાય અને ઉત્સર્ગ. ‘કાય' શબ્દનો બાર પ્રકારનો અને ‘ઉત્સર્ગ’ નો છ પ્રકારનો નિક્ષેપ છે. એ બંનેના એકાર્થક શબ્દો પણ નિર્યુક્તિકારે આપ્યા છે.
કાયોત્સર્ગના મુખ્ય બે પ્રકાર છે : ચેષ્ટાકાયોત્સર્ગ અને અભિભવકાયોત્સર્ગ. કાયોત્સર્ગના અન્ય પ્રકારભેદોની ચર્ચા કરવાની સાથે આચાર્યે કાયોત્સર્ગથી થતા લાભનું પણ વર્ણન કર્યું છે. કાયોત્સર્ગથી દેહ અને બુદ્ધિની શુદ્ધિ થાય છે, સુખ-દુઃખ સહન કરવાની ક્ષમતા વધે છે. અનુપ્રેક્ષા અર્થાત્ અનિત્યતા વગેરેનું ચિંતન કરવાની તત્પરતા આવે છે અને એકાગ્રતાપૂર્વક શુભ ધ્યાનનો અભ્યાસ થાય છે -
अट्ठविपि य कम्मं अरिभूयं तेण तज्जयट्ठाए । अब्भुट्टिया उ तवसंजमंमि कुव्यंति निग्गंथा ॥ १४५६ ॥
तस्स कसाया चत्तार नायगा कम्मसत्तुसिन्नस्स । काउस्सग्गमभग्गं करंति तो तज्जयट्ठाए ॥१४६७॥
૧૪૧
કાયોત્સર્ગની વિધિ, કાયોત્સર્ગના ૧૯ દોષ, કાયોત્સર્ગના અધિકારી તથા કાયોત્સર્ગના ફળ વિશે પણ સદૃષ્ટાંત સહિત વ્યાખ્યા કરી છે.
પ્રત્યાખ્યાન
આચાર્ય ભદ્રબાહુ પ્રત્યાખ્યાનનો છ પ્રકારે વિચાર કરે છે ઃ (૧) પ્રત્યાખ્યાન, (૨) પ્રત્યાખ્યાતા, (૩) પ્રત્યાખ્યેય, (૪) પર્ષદ, (૫) કથનવિધિ અને (૬) ફલ. પ્રત્યાખ્યાનના છ પ્રકાર કહ્યા છે ઃ (૧) નામ પ્રત્યાખ્યાન, (૨) સ્થાપના પ્રત્યાખ્યાન, (૩) દ્રવ્ય પ્રત્યાખ્યાન, (૪) અદિત્સા પ્રત્યાખ્યાન, (૫) કથનવિધિ અને (૬) ભાવ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનની શુદ્ધિ પણ છ પ્રકારે થાય છે. પ્રત્યાખ્યાનના ગુણો તરફ ધ્યાન આકૃષ્ટ કરતાં આચાર્ય જણાવે છે કે પ્રત્યાખ્યાનથી કર્માગમ એટલે કે આસ્રવનાં દ્વાર બંધ થઈ જાય છે. આસ્રવનો ક્ષય થાય છે, તેથી તૃષ્ણાનો નાશ અને ઉપશમની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org