Book Title: Vividha
Author(s): Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 150
________________ આચાર્ય ભદ્રબાહુફત આવશ્યક નિર્યુક્તિ ૧૪૩ હોવો, યોગ્ય સન્માનસૂચક વચનોનું સમ્યફ રીતે ઉચ્ચારણ ન કરવું તથા શારીરિક રૂપે સન્માનવિધિનું યોગ્ય પાલન ન કરવું-તે વંદનના દોષો છે. અન્યથા પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિઓને વિશુદ્ધ ભાવે, સમ્યફ રીતે વંદન કરવું તે સાધકનું આવશ્યક કર્તવ્ય છે. જયાં જરૂર જણાઈ છે ત્યાં સમુચિત દૃષ્ટાન્તોનું પણ આલેખન કર્યું છે. જેમ કે કાયોત્સર્ગના આલોક અને પરલોક વિશેના ફળનું વર્ણન કરતાં સુભદ્રા, રાજા ઉદિતોદિત, શ્રેષ્ઠિભર્યા મિત્રવતી, સોદાસ, ખડગસ્તમ્મન વગેરેનાં દૃષ્ટાન્નો પણ પ્રયોજે છે. શ્રમણજીવનની સફળ સાધના માટે અનિવાર્ય એવા સર્વ પ્રકારનાં વિધિવિધાનોનું સંક્ષિપ્ત-સૂત્રાત્મક છતાં સુવ્યવસ્થિત નિરૂપણ આવશ્યકનિર્યુક્તિની વિશેષતા છે. જૈન પરંપરા સાથે સંબંધિત ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ સર્વપ્રથમ આ નિર્યુક્તિમાં આવ્યું છે. આચાર્યશ્રી ભદ્રબાહુએ પોતાની પછીથી લખાયેલી નિર્યુક્તિમાં પુનઃ આ વિષયોનું નિરૂપણ કરવાને પ્રસંગે, આવશ્યકનિર્યુક્તિમાંથી તે જોઈ લેવાનો સંકેત કર્યો છે. એ દૃષ્ટિએ અન્ય નિર્યુક્તિએ પુનઃ આ વિષયોનું નિરૂપણ કરવાને પ્રસંગે, આવશ્યકનિર્યુક્તિમાંથી તે જોઈ લેવાનો સંકેત કર્યો છે. એ દષ્ટિએ અન્ય નિયુક્તિઓના અભ્યાસ માટે પણ આવશ્યકનિયુક્તિનું અધ્યયન આવશ્ક બની રહે, એવું વ્યાપક તેનું વિષયફલક છે. - જૈનદર્શન અને તત્ત્વનિરૂપણ, આ નિર્યુક્તિનું નિર્દિષ્ટ ધ્યેય હોવા છતાં, તેમાં તત્કાલીન સંસ્કૃતિનાં અનેક પાસાંઓનો પરિચય મળે છે. તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિ અને શ્રમણ પરંપરાનો સ્પષ્ટ ખ્યાલ તેમાંથી મળે છે મરીચિ દ્વારા થયેલી ત્રિદંડી સંપ્રદાયની સ્થાપનાનો અહીં ઉલ્લેખ છે. ચાર અનુયોગના સંદર્ભમાં આર્યવજ્જ અને આર્યરક્ષિતના સંક્ષિપ્ત જીવનચરિત્રની રજૂઆત થઈ છે. નિદ્ધવ સંપ્રદાય અને સાત નિદ્ભવનોના નામોનો ઉલ્લેખ પણ અહીં મળે છે. - આચાર્ય ભદ્રબાહુએ આવશ્યકોનાં ફળદ્વાર વિશે ચર્ચા કરતાં અનેક વ્યક્તિઓનો ઉલ્લેખ ઉદાહરણ કે દૃષ્ટાન્તરૂપે કર્યો છે. જેમ કે પ્રતિક્રમણ માટે નાગદત્ત, મહાગિરિ, સ્થૂલભદ્ર, ધવંતરિ વૈદ્ય, કરડંક, પુષ્પભૂતિ વગેરે ઐતિહાસિક પુરુષોનાં ઉદાહરણ આપ્યાં છે. કાયોત્સર્ગ માટે સુભદ્રા, રાજા ઉદિતોદિત અને પ્રત્યાખ્યાન માટે ધમિલ, દામિત્ર વગેરેનાં દષ્ટાન્તો અને ક્યારેક જીવનચરિત્ર પણ આપ્યાં છે. મહાવીર સ્વામીના જીવનચરિત્રના સંદર્ભમાં ૧૧ ગણધરોનાં નામ, જન્મ, ગોત્ર, માતા-પિતા વગેરેનું પણ વર્ણન છે. તેના દ્વારા તત્કાલીન રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિકા જાણી શકાય છે. ભગવાન ઋષભદેવના જીવનચરિત્ર સમયે તે યુગનાં આહાર, શિલ્પ, કર્મ મમતા, વિભૂષણા, લેખ, ગણિત, રૂપ, લક્ષણષ માનદડ, પ્રોતન-પ્રોત, વ્યવહાર, નીતિ, બુદ્ધ, ઈષશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા અર્થશાસ્ત્ર, બન્ય, વાત, તેડન, યજ્ઞ, ઉત્સવ, સમવાય, - મંગલ, કૌતુક, વસ્ત્ર, ગન્ધ, માલય, અલંકાર, ચૂલા, ઉપનયન, વિવાહ, દત્તિ, મૃતપૂજન, ધ્યાપના, સ્તૂપ, શબ્દ, ક્રીડા, પૃચ્છના-આ ચાલીસ વિષયો વિશે પણ સંકેત Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194