________________
ચાર યોગ
૧૨૯
ત શક્તિ
દ્રવ્ય અને પર્યાયનો અપૃથકભાવ દર્શાવવામાં આવ્યો છે, તેવી જ રીતે દ્રવ્ય અને ગુણનો પણ વસ્તુપણે ‘અભેદ' છે.
દ્રવ્યને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સ્વભાવની દષ્ટિએ અને સપ્તભંગીના સંદર્ભમાં પણ વર્ણવવામાં આવ્યું છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણપર્યાયોની આધારભૂત વસ્તુ પોતે, સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ, સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય, સ્વભાવ એટલે નિજગુણ-સ્વશક્તિ
આ દ્રવ્ય કેટલીક રીતે વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેને અવિનાશી અને અજન્મા કહ્યું છે. ભાવ, જે સત્પણે પ્રવર્તે છે, અસ્તિત્વ ધરાવે છે, તેનો દ્રવ્ય સ્વરૂપે વિનાશ થતો નથી. એવી જ રીતે જે અ-ભાવ છે, તેની દ્રવ્યસ્વરૂપે ઉત્પત્તિ નથી. તેનો જે વિનાશ અને ઉત્પત્તિ દેખાય છે તે ગુણપર્યાયોનું સ્વરૂપની દષ્ટિએ પરિવર્તન છે. પહેલાની અવસ્થાના ગુણ પર્યાયો રૂપે ઉદ્દભવે છે. દેહનો નાશ થતાં દેહીનો નાશ થતો નથી. જે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તે દેવ-માનવ વગેરે પર્યાયો કે સ્વરૂપો છે.
દ્રવ્યના મુખ્ય બે પ્રકાર છે. જીવ અને અજીવ.
અજીવના પાંચ પ્રકાર છે : પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેને આ પ્રમાણે દર્શાવી શકાય.
દ્રવ્ય
અજીવ
પુદ્ગલ ધર્મ અધર્મ કેશ કાળ જે ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદેહ-પરિમાણ છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે, તે જીવ છે.
૧. તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ-ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે. ૨. જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે.
૩. ઉત્પાદ, ધ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાથી અથવા કર્મફળચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે ત્રણ લક્ષણવાળો છે.
૪, દેવ, મનુષ્ય, નારક અને તિર્યંત-એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે.
૫. પારિમાણાત્મક, ઔદાયિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે પંચાગ્ર ગુણપ્રધાન છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
se Only
www.jainelibrary.org