________________ 15. જે હરિજનનાં લાખ કુટુંબોને નવા ધંધામાં જોડાઈ જવું મુશ્કેલ હતું, તે ક્ષત્રિયે માટે તે વધુ મુશ્કેલ હતું. નબળી ખેતી અને ઘટેલા ઉત્પાદન તેમ જ અંગ્રેજોની ભારત વિરોધી આર્થિક નીતિથી દેશમાં મોંઘવારીનું વિષચક્ર શરૂ થઈ ગયું હતું. જેમાં એક ઝપાટે ક્ષત્રિય અને હરિજને એટલે કે દેશના અર્ધા ભાગની વસ્તી ઝડપાઈ ગઈ હતી. વળી પશુઉછેર કરીને બળદો તેમ જ શુદ્ધ ઘીનું ઉત્પાદન કરીને ગુજારે કરનારા માલધારી વર્ગના પણ લાખ લાખ માનવીએ દર વરસે - પિતાનાં પશુઓ ગુમાવીને બેકાર બનતા હતા. આદિવાસીઓ પણ ઝડપાયા દેશમાં વિશાળ જંગલ હતાં. એ કાપવા માટે ન હતાં પણ તેમાંથી પેદા થતાં ફળ, ફૂલ અને સમૃદ્ધિને સદુપયોગ કરવા માટે હતાં અને જે વૃક્ષે સુકાઈ જાય તે પૂરક બળતણ માટે કે મકાન બાંધવાના કે ઘર-ઉપગી ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતાં. જંગલમાં વસતા લાખે કે તેમાંથી પિતાની રોજીરોટી મેળવી લેતા. : ગેવધની નીતિએ છાણના બળતણની ખેંચ તીવ્ર થવા લાગી. એટલે બેકાર બનેલા હરિજને જંગલે કાપી લોકેને બળતણ માટે લાકડાં વેચી પિતાને ગુજારો કરવા લાગ્યા. થોડો સમય હરિજનેને આ. વ્યવસાયમાં પેટ ભરવાનું એક સાધન મળ્યું, પણ કતલખાનામાં ગાયે, અને જંગલમાં વૃક્ષની આ ઘેર કતલે વળી નવી સ્થિતિ પેદા કરી. જંગલે ઘસાતાં ગયાં એટલે વૃક્ષનાં ફળ, ફૂલ, છાલ, મૂળ વગેરે વેચીને. આજીવિકા મેળવનારા લાખે જંગલવાસીઓના ધંધા ઉપર કાપ પડ્યો. એક તરફથી દેશમાં ધીમી ગતિએ ભાવે વધતા હતા. બીજી તરફથી પૂરઝડપે ધંધા તૂટતા હતા. એટલે લાખ જંગલવાસીઓ પહેલાં ઓછી આવકે ગરીબીમાં સપડાયા અને પછી જગલેના નિકંદને વેગ પકડતાં એકારીમાં સપડાયા. પછી આવ્યા બ્રાહ્મણે પછી વારે આ બ્રાહ્મણે દેશમાં દર 400 માણસની વસ્તી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org