Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 79
________________ ૮ नातिवेलं हसे मुणी [ મુનિઓએ અમર્યાદ હસવું નહિ ] ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારવું એ સહેલી વાત નથી. માત્ર કંચન અને કામિનીના ત્યાગથી ઉત્તમ સાધુ થઈ જવાતું નથી. એ ત્યાગ પછી પણ સંયમી જીવનને શોભાવે એવી ઘણી બાબતો છે, જેને જીવનમાં ઉતારવાની રહે છે. વ્યવહારદૃષ્ટિએ સાધુ થયા પછી અંતર્મુખ બની આત્મલક્ષી ઉપાસના કરવાની હોય છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયો નિર્મૂળ કરવાનો ભારે પુરુષાર્થ કરવાનો હોય છે. લોકેષણાને અને લબ્ધિના ચમત્કારોને જીતવાના હોય છે. જૈન સાધુના શીલનાં અઢાર હજાર જેટલાં અંગ બતાવવામાં આવ્યાં છે. સાધુના આચારો વિશે કેટલીક મહત્ત્વની સૂચનાઓ આગમગ્રંથોમાં આપવામાં આવી છે. ‘સૂત્રકૃતાંગ સૂત્ર’માં જે કેટલીક મહત્ત્વની બાબતો જણાવવામાં આવી છે તેમાં એક સ્થળે કહ્યું છે : नन्नत्थ अंतराएणं, परगंहे ण णिसीयए । गामकुमारियं किड्डु, नातिवेलं हसे मुणी ॥ [સાધુ રોગાદિ કોઈ કારણ વિના ગૃહસ્થના ઘરમાં ન બેસે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170