________________
૧૫ર
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ મોટું થાય ત્યાં સુધી તેને ખવડાવવા-પિવડાવવાની, ભણાવવાની, સાચવવાની, લગ્ન કરાવી આપવાની, નોકરીધંધે લગાડવાની
જવાબદારી માતા-પિતાને માથે રહે છે. આમ એક કુટુંબના - સભ્યો વચ્ચે આદાન-પ્રદાનનો સંબંધ અથવા ઋણાનુબંધ રહ્યા કરે છે. ક્યારેક કટુંબમાં કોઈ સભ્યને એવો પ્રશ્ન થતો નથી કે બીજાને માટે હું શા માટે કશું કરું? અથવા બીજાનું હું શા માટે કશુંક ગ્રહણ કરું?
કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનનિર્વાહ માટે જરૂરી એવી અન્ન, વસ્ત્ર, રહેઠાણ, ઔષધ વગેરે પ્રકારની તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરે એવું બનતું નથી. એવો આગ્રહ કોઈ રાખતું નથી અને રાખે તો તે ટકી શકે તેમ નથી. એટલા માટે જ સમાજના સભ્યો એક એકમ તરીકે પરસ્પર સહકારથી રહે છે અને જીવે છે.
વળી, સમાજમાં બધા જ માણસો એક જ પ્રકારનો વ્યવસાય કરે તો તે સમાજ ટકી શકે નહિ. સમાજના જુદા જુદા વર્ગો પોતપોતાની શક્તિ અને આવડત અનુસાર તથા પોતપોતાના સંજોગો અને તક અનુસાર પોતાનો વ્યવસાય મેળવી લે છે કે શોધી લે છે. ક્યારેક વ્યવસાય-પરિવર્તન પણ થયા કરે છે. પોતપોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એમ કરવું અનિવાર્ય બની જાય છે. સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે જીવનની જરૂરિયાતો અંગે આ રીતે વિભિન્ન વ્યવસાયો દ્વારા આદાનપ્રદાનની ક્રિયા સતત ચાલતી રહે છે. એમાં કોઈને ભાર લાગતો નથી. પોતપોતાને ભાગે આવેલું કામ દરેક પોતપોતાની ઇચ્છાશક્તિ અનુસાર કર્યું જાય છે. સમાજની આ વ્યવસ્થામાં સંવિભાગનો સિદ્ધાંત ઘણે અંશે વણાઈ ગયેલો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org