________________
असंविधामी न तस्स मोक्खो
૧૫૭ રોટલી કે રોટલો કરતી વખતે એક નાની ચાનકી વધારાની કરતી હોય છે. એનો અર્થ એ થયો કે પોતે માપીમાપીને રસોઈ કરી નથી. આ ચાનકી એ સંવિભાગનું પ્રતીક છે. સમાજમાં કેટલાયે એવા ઉદારચિત્ત મહાનુભાવો હોય છે કે જેમને પોતાને ઘેર કોઈ મહેમાન જમનાર ન હોય તો આનંદ ન થાય. હજુ પણ ગુજરાત, રાજસ્થાન અને બીજા પ્રદેશોમાં કેટલાયે એવા જૈન છે કે જેમનો રોજનો નિયમ છે કે રેલવે-સ્ટેશન પર જઈ કોઈક અજાણ્યા સાધર્મિક ભાઈને જમવા માટે પોતાના ઘરે તેડી લાવે અને એમને જમાડ્યા પછી પોતે જમે. જે દિવસે એવી કોઈ વ્યક્તિ ન મળે તો તે દિવસે એમને ઉપવાસ થાય.
વહેંચીને ખાવાના સિદ્ધાંતમાં સમાજવાદનાં મૂળ રહેલાં છે. સમાજના દરેક નાગરિકને આજીવિકાના અને ઉપભોગના એકસરખા હક્ક મળવા જોઈએ અને એકસરખી તક મળવી જોઈએ. આ એક આદર્શ ભૂમિકા છે. જ્યાં આ સ્વરૂપ સચવાતું નથી અને જ્યાં સમાજનો એક વર્ગ અતિશય ધનસંપત્તિ એકત્ર કરીને એશઆરામ કરે છે અને એ જ સમાજનો બીજો વર્ગ પેટનો ખાડો પૂરો કરવા દિવસ-રાત કાળી મજૂરી કરે છે એ સમાજમાં ઝઘડા-ક્લેશ, સંઘર્ષ, ખૂન, વર્ગવિગ્રહ ઇત્યાદિ આવ્યા વગર રહેતાં નથી. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે જે દાન આપતો નથી, અસંવિભાગી છે, સંગ્રહખોર છે, અપ્રમાણભોગી છે તે નૈતિક દૃષ્ટિએ સમાજનો ચોર છે. તે અય-અચૌર્ય નામના મહાવ્રતનો ભંગ કરનારો છે.
વર્તમાન સમયમાં ચારે બાજુ સંઘર્ષ, ક્લેશ, દ્વેષ, હિંસા અને અશાંતિનું વાતાવરણ વધતું હોય તેવું જોવા મળે છે. મનુષ્યની વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય સ્તરે રહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org