________________
૧૫૫
असंबिभागी नहु तस्स मोक्लो એમને થતી નથી.
વહેંચીને ખાવાની, સહકાર અને સંપની ભાવનાનાં મૂળ કુટુંબજીવનમાં ઊંડાં રહેલાં છે. માતા ભૂખે રહીને પણ બાળકને ખવડાવે છે અને તેનો આનંદ અનુભવે છે. માતા-પિતા આખી રાત ઉજાગરો કરીને પોતાના માંદા બાળકને સાચવે છે. વૃદ્ધાવસ્થામાં સંતાનો કમાય છે અને વૃદ્ધ માતા-પિતાને બેઠાં બેઠાં ખવડાવે છે. માતા-પિતા અશક્ત કે માંદાં થયાં હોય તો સંતાનો પૂરતો સમય આપીને તેમની સંભાળ રાખે છે. અલબત્ત ક્યાંક અપવાદ હોઈ શકે છે.) આ બધું કર્તવ્યરૂપે છે, પરંતુ તે એટલું સહજ છે કે એકંદરે કોઈને એમાં કશું શીખવાનું હોતું નથી કે કોઈને તે બોજારૂપ લાગતું નથી.
“ખવડાવીને ખાઓ'ની ભાવના મનુષ્યને સંસ્કારના ઉચ્ચતર સ્તર ઉપર લઈ જાય છે. બીજાને માત્ર ખવડાવવાની બાબતમાં જ નહિ પણ એની બધી જ જીવનજરૂરિયાતોની બાબતોમાં ઉદારતાથી સહકાર આપવાની ભાવના ભારતીય સંસ્કૃતિમાં પ્રાણરૂપ ગણી છે. આંગણે આવેલો અતિથિ દેવ બરાબર છે – “ગતિથિ તેવો મા.” અતિથિની બાબતમાં ભારતીય સંસ્કૃતિનો આ સર્વોચ્ચ આદર્શ છે. આવી ઉચ્ચ ભાવના વિશ્વમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.
- “અતિથિ-સંવિભાગ’ એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું ગૌરવભર્યું લક્ષણ છે. જૈન શ્રાવકોનું તો એ એક વ્રત ગણાય છે, જેમાં અતિથિના અર્થમાં સાધુ-સાધ્વીઓ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે.
ભૌતિક દૃષ્ટિએ વિકસતા જતા આધુનિક વિજ્ઞાનને કારણે, નવી નવી જીવનપદ્ધતિને કારણે, તથા નવી અર્થવ્યવસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org