Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 167
________________ ૧૫૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ સંકુચિત સ્વાર્થવૃત્તિને કારણે આ સંઘર્ષમય અશાંત સ્થિતિ સર્જાય છે. જ્યાં જ્યાં ઉદારતા છે, પ્રેમભાવ છે, સહિષ્ણુતા છે, સહકાર છે ત્યાં ત્યાં શાંતિ અને સરળતા પ્રત્યક્ષ જોવા મળે છે. મનુષ્ય પોતાના દેશ, જાતિ, ભાષા અને ધર્મના સંકુચિત કોચલામાંથી બહાર આવી મનુષ્યમાત્રને માનવતાની દષ્ટિએ નિહાળે, ભૌતિક ભેદો એની દષ્ટિમાંથી વિગલિત થઈ જાય તો જીવન તેને માટે સ્વર્ગ જેવું બની શકે છે. માત્ર માનવતાની ભાવના કે મનુષ્યપ્રેમની ભાવના આગળ જ અટકી ન જતાં પશુ-પંખીઓ સહિત સર્વ જીવો પ્રતિ જે લોકો પોતાની આત્મચેતનાનો વિસ્તાર અનુભવે છે તેઓને તો સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિનો અવર્ણનીય આનંદ માણવા મળે છે. સંવિભાગની ક્રિયા પૂળ હોય તો પણ તેના સંસ્કાર ઊંડા પડે છે. માણસમાં દાન અને દયાનો ગુણ વિકાસ પામે છે. ગ્રહણ કરવું, મેળવવું, પ્રાપ્તિથી રાજી થવું, ઝૂંટવી લેવું – એવા બધા સ્થૂળ સંસ્કાર તો જીવોમાં અનાદિકાળથી રહેલા છે. એ શીખવવા માટે બહુ જરૂર રહેતી નથી. નાનું બાળક પણ પોતાની મનગમતી વસ્તુ લઈને તરત રાજી થઈ જાય છે. બીજાને આપવાનું બાળકને શિખવાડવું પડે છે. પોતાનું એક જ રમકડું હોય તો પણ બાળક રાજીખુશીથી બીજા બાળકને તે રમવા આપી શકે તો સમજવું કે તેમનામાં સંવિભાગનો ગુણ ખીલ્યો છે. આ ગુણ કેટલીક વાર ખીલ્યો હોવા છતાં સંજોગો બદલાતાં ઢંકાઈ જાય છે કે ઘસાઈ જાય છે. પરંતુ વિપરીત સંજોગોમાં પણ એ ગુણ ટકી રહે એ જ એની મહત્તા છે. એ ગુણ જેમ જેમ વિકસતો જાય તેમ તેમ બીજા જીવો પ્રતિ ઉદારતા, સમાનતા વગેરે પ્રકારના ભાવો વિકસતા જાય છે. આવા ગુણો જેમ જેમ વિકસતા જાય તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170