Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 162
________________ ૧૫૩ असंबिमामी न I तस्स मोक्खो દરેક વ્યક્તિની ઉત્પાદકશક્તિ અને ઉપભોગશક્તિ એકસરખી નથી હોતી. વળી સમાજમાં લોકોનાં બૌદ્ધિક સ્તરની અને શારીરિક શક્તિની ઉચ્ચાવતા હોવાને લીધે દરેક વ્યક્તિની જીવનપર્યત ઉત્પાદનશક્તિ પણ એકસરખી નથી હોતી અને ઉપભોગશક્તિ પણ એકસરખી નથી રહી શકતી. મનુષ્ય જ્યારે સમાજની સ્થાપના કરીને તેના એક અંગરૂપે રહ્યો છે ત્યારે આવી ઉચ્ચાવચતાને કારણે પરસ્પર સહકારનો સિદ્ધાંત એના પાયામાં રહેલો હોવો જોઈએ. આ સહકારની ભાવના ન હોય તો સમાજમાં ક્લેશ, ષ, સંઘર્ષ વગેરે રહ્યા કરે અને સમાજ છિન્નવિચ્છિન્ન થઈ જાય. સમાજમાં બધાં જ માણસો વચ્ચે સમાનતાના ધોરણને જો સ્વીકારવામાં આવે અને પરસ્પર સુમેળભર્યા સહકારની ભાવના પોષાયા કરે તો સમાજવાદની એક આદર્શ સ્થિતિનું નિર્માણ થઈ શકે. એ માટે જે કર્તવ્યનિષ્ઠા જોઈએ તે તો પરસ્પર પ્રેમભાવ હોય તો જ ટકી શકે. પ્રેમભાવ હોય તો જ પોતાની માલિકીનાં ધનસંપત્તિમાં, ભોગપભોગમાં બીજાને સંવિભાગી બનવા નિમંત્રણ આપી શકાય. જે સમાજમાં આ સંવિભાગીપણું નથી અથવા ઓછું છે તે સમાજ શુષ્ક, જડ અને નિષ્માણ બની જાય છે. આમ ભૌતિક દૃષ્ટિએ પણ સમાજમાં સંવિભાગીપણાની ભાવનાની આવશ્યકતા રહે છે. કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના પુરુષાર્થ વડે જે જે કંઈ ધન-સંપત્તિનું ઉપાર્જન કરે છે તે એવું વ્યવસ્થિત અને ચોકસાઈભરેલું નથી હોતું કે જેથી એના જીવનનો જ્યારે અંત આવે ત્યારે એના ઉપભોગ માટે તે બધું જ પૂરેપૂરું વપરાઈ ગયું હોય અને એક કણ જેટલું ન તો ઉછીનું લેવું પડતું હોય કે ન તો કંઈ વધ્યું હોય. જીવનની વ્યવસ્થા જ એવી છે કે ગૃહસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170