Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 160
________________ असंविभागी न हु तस्स मोक्खो ૧૫૧ અસંવિભાગી વ્યક્તિનો મોક્ષ નથી એવો વિચાર તાત્કાલિક કદાચ કોઈકને આશ્ચર્ય ઉપજાવે એવો છે. માણસ પોતાનાં ધનસંપત્તિમાંથી ભેટ કે દાનરૂપે બીજાને કશું ન આપે તો તેમાં એવો કયો મોટો અનર્થ થઈ જાય છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. માણસને પોતાની આજીવિકા સંપૂર્ણપણે પોતાને જ ભોગવવાનો કાયદેસર હક્ક છે.વળી એવો હક્ક હોવો પણ જોઈએ એમ કોઈ માને તો તે માન્યતા લોકોમાં વ્યાજબી ગણાય છે, કારણ કે પોતાના પુરુષાર્થથી અને પોતાના ભાગ્યથી મેળવેલી પોતાની ધન-સંપત્તિ પોતે ભોગવવી એમાં કશું ગેરકાયદેસર નથી. પોતાની કમાણીમાંથી બીજાને આપી દેવાનું હોય તો એટલું વધારે કમાવા માટે માણસે મહેનત શા માટે કરવી ? આ વિચાર પ્રથમ દૃષ્ટિએ કદાચ સાચો ભાસે તો પણ તે યથાર્થ નથી એમ જરા ઊંડાણથી વિચારતાં સમજાશે. માણસ જે અર્થોપાર્જન કરે છે તેમાંથી સીધી કે આડકતરી રીતે રાજ્યસરકારના કરવેરા દ્વારા કેટલીક રકમ તો અવશ્ય ચાલી જ જાય છે. રાજ્યવ્યવસ્થા માટે તે અનિવાર્ય છે. કોઈ નાગરિક તેમાંથી બચી શકતો નથી. અલબત્ત, પોતાની કમાણીમાંથી રાજ્યસરકારને કરવેરા દ્વારા પરાણે અને અનિચ્છાએ ધન આપવું એ એક વાત છે અને પોતાના ધનનો સ્વેચ્છાએ બીજાના ઉપયોગ માટે ત્યાગ કરવો એ બીજી વાત છે. પરંતુ ત્યાગ અને સહકારની ભાવના વિના જીવનવ્યવસ્થા, સમાજવ્યવસ્થા કે રાજ્યવ્યવસ્થા સરળતાથી પાલી ના શકે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તરત જ સ્તનપાન કરે છે. માતા અને બાળક વચ્ચે આ રીતે લેવડ-દેવડનો વ્યવહાર સ્થપાય છે. માતા કશુંક આપે છે અને બાળક કશુંક ગ્રહણ કરે છે. બાળક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170