________________
૧૫૦
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ અવિનયી હોય અને અસંવિભાગી હોય તેને મોક્ષ પ્રાપ્ત થતી નથી.]
અસંવિભાગીનો માત્ર સાદો શબ્દાર્થ લઈએ તો તેનો અર્થ થાય છે કે જે સરખા ભાગ પાડતો નથી. વેપારધંધામાં કે માલમિલકતમાં વહેંચણી વખતે ભાગીદારો, સાથીઓ, કુટુંબના સભ્યો વગેરે માટે જે સરખા ભાગ પાડતો નથી અને કપટભાવથી, લુચ્ચાઈથી, સ્વાર્થદષ્ટિથી નાના-મોટા ભાગ પાડે છે તે પણ અસંવિભાગી કહેવાય છે. એવા માણસો પક્ષપાત કરવાનું અને અન્યને અન્યાય કરવાનું પાપ બાંધે છે. આવા સ્વાર્થી, પક્ષપાતી, લુચ્ચા, અન્યાય કરનારા, દંભી, અસત્યવાદી માણસોનો મોક્ષ નથી એ તો સ્પષ્ટ જ છે. પરંતુ અહીં અસંવિભાગી શબ્દનો માત્ર શબ્દાર્થ જ નથી લેવાનો. અહીં એ શબ્દ વિશાળ દષ્ટિથી અને વિશિષ્ટ હેતુથી પ્રયોજાયો છે. ભગવાને કહ્યું છે કે જે પોતાની ધનદોલતમાં સમાજના જરૂરિયાતમંદ માણસોનો ઉચિત હિસ્સો સ્વેચ્છાએ રાખતો નથી તેવા અસંવિભાગીનો પણ મોક્ષ નથી.
જે વ્યક્તિ હિંસા આચરે, અસત્ય બોલે, ક્રોધ કરે, અભિમાન કરે, અવિનયી હોય, નિંદક હોય તેવી વ્યક્તિ મોક્ષગતિ ન પામી શકે એ તો જાણે સમજી શકાય તેવી વાત છે. સંયમ અને સદાચાર વિના જીવની ઊર્ધ્વગતિ થતી નથી. જે વ્યક્તિ પાપાચરણમાં તીવ્ર રસ લે છે તે વ્યક્તિ ઘણાં ભારે કર્મો બાંધે છે અને જ્યાં સુધી તેવાં કર્મનો ક્ષય થતો નથી ત્યાં સુધી સંસારમાંથી તેને મુક્તિ પ્રાપ્ત થતી નથી. પરંતુ અસંવિભાગી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થતો નથી એમ કેમ કહેવાય ? આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે, કારણ કે અસંવિભાગી બીજું કંઈ પાપ તો કરતો દેખાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org