Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 157
________________ ૧૪૮ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બને છે. કોઈ વાર એવું પણ બને કે એવા ધર્મનેતા પોતાની આત્મિક શક્તિથી ઘડીકમાં જાગ્રત થઈ, સ્વસ્થ થઈ પોતાની જાતને વધુ પતનના માર્ગે જતાં અટકાવી કે સંભાળી લઈ શકે, પરંતુ એના પ્રભાવમાં આવ્યા પછી પતનના માર્ગે ઘસડાવા લાગેલા સામાન્ય ભક્તોને માટે તેમાંથી નીકળવું અઘરું કે અશક્ય બની જાય છે. એવા કેટલાક ધર્મનેતાઓ પોતે ડૂબતાં બચી જાય છે, પરંતુ એને અનુસરનારાંઓ ડૂબી જાય છે. સમર્થ માણસોનો પ્રમાદ, એટલા જ સામર્થ્યથી, દૂર થવાની શક્યતા રહે છે. અસમર્થ માણસોનો પ્રમાદ તેમને દુર્ગતિ તરફ ઘસડી જાય એવી સંભાવના વિશેષ જોવા મળે છે. માણસો બાળબુદ્ધિના અજ્ઞાનીઓનો સંગ કરે છે અથવા તેમનાથી એવા અજ્ઞાનીનો સંગ થઈ જાય છે, પરંતુ અપ્રમત્ત માણસો પતનના માર્ગે લઈ જનારા સંગને નિવારે છે. એટલા માટે જ ભગવાને સાધના કરવા ઈચ્છનાર સાધુઓને કહ્યું છે : अलं बालस्स संगणं. વિવિધ પ્રકારના સંગોમાં પોતાના જ આત્માના જેવો ઉત્તમ બીજો કયો સંગ હોય? એટલે જ જ્ઞાની મહાત્માઓ યોગ્ય સંગ ન મળે તો નિઃસંગ રહેવાનું પસંદ કરતા હોય છે, કારણ કે એમને માટે અસંગ એ પણ એક અપેક્ષાએ ઉત્તમ સંગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170