________________
अलं बालस्स संगणं
૧૪૭ દેખાતા માણસોનાં હૃદયમાં પણ અધાર્મિક વાસનાઓ ગુપ્ત કે સુષુપ્તપણે પડેલી હોય છે. સરખી સોબત મળી જતાં અનાચાર ચાલુ થાય છે. એવા ક્ષેત્રમાં પણ માણસે સંગત કરતાં પહેલાં સામી વ્યક્તિની પાત્રતાનો વિચાર કરી લેવો જોઈએ અને ઉતાવળે સંબંધ ન બાંધતાં થોડા અનુભવે પરીક્ષા કરીને એ સંગત વધારવી કે નહિ તેનો નિર્ણય કરી લેવો જોઈએ. માણસને
જ્યાં એમ લાગે કે બાહ્ય દષ્ટિએ પવિત્ર દેખાતી વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોતાનું નૈતિક અધઃપતન જ થવાનું છે, ત્યાં તેણે હિંમતપૂર્વક તેવી સંગત છોડી દેવી જોઈએ.
ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવાની ભાવનાવાળાએ અન્ય વ્યક્તિની ધાર્મિક કે આધ્યાત્મિક પાત્રતાનો વિચાર વધારે સૂક્ષ્મ રીતે કરવાની અપેક્ષા રહે છે. કેટલાક માણસોને તત્ત્વચર્ચામાં ઘણો રસ પડે છે, પરંતુ તેમની વૃત્તિઓ તો પાર્થિવ વિષયોમાં દોડ્યા કરતી હોય છે. એવી વ્યક્તિ સાથેના સંબંધથી તાત્ત્વિક જ્ઞાન કદાચ વધે કે ન વધે તો પણ, તેમના સ્થૂળ ભૌતિક રસના પ્રભાવને કારણે સંગત કરનારના પોતાનામાં ભૌતિક વાસનાઓ જાગવાનો સંભવ રહે છે. ભોજનની સ્વાદિષ્ટ વાનગીઓ, સુંદર વસ્ત્રપરિધાન, સુખભવનાં આકર્ષક સાધનો,
સ્ત્રી, ધન વગેરેની સ્કૂલ કે સૂક્ષ્મ આસક્તિ, કીર્તિ-પ્રસિદ્ધિની લાલસા, લોકો ઉપરનું પ્રભુત્વ, આત્મશ્લાઘા વગેરે પ્રકારનાં લક્ષણો જેનામાં ઠાંસીઠાંસીને ભરેલાં હોય તેવા કહેવાતા મહાત્માઓ ધર્મ કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી મોટી વાતો કરે અને છટાદાર વક્નત્વશક્તિને કારણે અનેક લોકોને આકર્ષે તો પણ તેવા ધર્મનેતાઓના સંસર્ગથી ધાર્મિક લાભ મેળવવાની ભાવનાવાળાને તો સ્થૂલ કે સૂક્ષ્મ પતનના માર્ગે જવાનું જ વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org