Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 155
________________ ૧૪૬ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ હતા. તપાસ કરતાં રાજાને જણાયું હતું કે મહાત્મા કેદમાં દાખલ થયા પછી બધા કેદીઓ સાથે હળીમળીને રહેતા અને તેમને રાતદિવસ જાતજાતનો ઉપદેશ આપતા. એને લીધે કેદની સજા પામેલા કેટલાય કેદીઓનાં હૃદયનું કાયમી પરિવર્તન થયું હતું. મહાત્મા કેદીઓને કહેતા કે તેમની સાથે કેદમાં દિવસરાત સાથે રહેવા મળે માટે જ તેઓ નાનકડી ચોરી જાણી-જોઈને કરી લેતા હતા. રાજાને, લોકોને અને મહાત્માના શિષ્યોને ખબર પડી કે મહાત્મા પોતે લોકોમાંથી ગુનાખોરી ઓછી થાય તે માટે જાણીજોઈને નાનકડી ચોરી કરી લેતા કે જેથી કેદીઓના નિકટના સંસર્ગમાં તેઓ રહી શકે અને તેઓના જીવનને પોતે સુધારી શકે. વારંવાર કેદની સજા ભોગવીને તેમણે સમગ્ર રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ ઘણું ઓછું કરી નાખ્યું. મહાત્માની આરંભમાં ઘણી અપકીર્તિ થઈ, પરંતુ એમના આશયની અને યુક્તિની લોકોને જ્યારે ખબર પડી ત્યારે લોકોનું તે મહાત્મા પ્રત્યેનું માન ઘણું વધી ગયું. જાતે અપકીર્તિ વહોરીને લોકોને કલ્યાણના માર્ગે લઈ જવાની કરુણાભરી એમની દૃષ્ટિ હતી. ખરાબ માણસોના સંગમાં રહીને પણ પોતે ખરાબ ન થતાં, ખરાબ માણસોને સુધારવાનું ભગીરથ કાર્ય આવા મહાત્માઓ કરી શકતા હોય છે. એ માટે પોતાનામાં દઢ વિશ્વાસ, સામર્થ્ય, પૂરું આત્મબળ હોવાં જરૂરી છે. જેમ વ્યાવહારિક ક્ષેત્રે તેમ ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ કુસંગને કારણે વિષમ ઘટનાઓ નથી બનતી એમ ન કહી શકાય. દુનિયાના બધા જ ધર્મના ક્ષેત્રમાં વત્તેઓછે અંશે સડો તો રહેલો છે. એમાં પણ પહેરવેશથી કે ધર્મક્રિયાથી બહુ ધાર્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170