________________
૧૪૪
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ જોઈએ. ધર્મગુરુએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દિવસ સુધી વ્યાખ્યાન દ્વારા ઉપદેશ આપવા છતાં કોઈ પરિણામ દેખાતું નહોતું.
પરંતુ પછી એક દિવસ એવું વિચિત્ર બન્યું કે એક ગૃહસ્થના ઘરેથી એ મહાત્મા પોતે ચંપલ ચોરી લાવ્યા. ચોરી કરીને મુકામે આવ્યા પછી તરત પોતાના શિષ્યોને, પોતાને જે કોઈ મળવા આવે તેને સહજતાપૂર્વક પોતાની ચોરીની વાત કહી દેવા લાગ્યા. શિષ્યોને આ ગમ્યું નહિ. લોકો પણ ચકિત થઈ ગયા. ચોર-લુટારુ લોકોની વચ્ચે રહેવાથી મહાત્માઓ પણ બગડે છે એવો અભિપ્રાય લોકોમાં વહેતો થઈ ગયો. શિષ્યોને વધારે નવાઈ તો એ વાતની લાગી કે ચંપલ જૂનાં હતાં. મહાત્માના પગના માપનાં નહોતાં. અને તે વાપરવાની મહાત્માને કંઈ ઇચ્છા પણ નહોતી. તો પછી મહાત્માએ આવી ચોરી કરી શા માટે ?
મહાત્માની ચોરીની વાત ફરતી ફરતી રાજાના કાને આવી. તે પણ વિચારમાં પડી ગયો. ચોરીના ગુના માટે મહાત્માને સજા કરવી કે નહિ તેનો પ્રશ્ન ઊભો થયો, પરંતુ મહાત્માએ સામેથી કહેવડાવ્યું કે પોતે જે ચોરી કરી છે તે માટે પોતાને કડકમાં કડક સજા થવી જોઈએ, નહિ તો લોકોમાં ખોટો દાખલો બેસશે, અને રાજા અન્યાયી છે એવી ટીકા થશે.
મહાત્માની ચોરીની સજા માટે રાજ્યની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું. મહાત્માએ એ ચુકાદો હર્ષપૂર્વક સ્વીકાર્યો. તેઓ કેદમાં દાખલ થયા.
સજા પૂરી થતાં મહાત્મા પોતાના ધર્મસ્થાનકે પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org