Book Title: Virprabhuna Vachano Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 154
________________ मोहस्तेि सच्चवरणस्स पलिथू ૧૪૫ આવ્યા. મહાત્માની પ્રતિષ્ઠા લોકોમાં ઘણી ઓછી થઈ ગઈ. શિષ્યો પણ ચિંતાતુર બન્યા. એવામાં થોડાક દિવસમાં મહાત્માએ, બીજા કોઈ ગૃહસ્થને ત્યાં ગયા હતા ત્યારે ત્યાંથી પાછા ફરતાં એક હાથપંખાની ચોરી કરી. મુકામે આવીને તેઓ પોતાના શિષ્યોને પોતે કરેલી ચોરીની વાત કહેવા લાગ્યા. ફરીથી એ જ પ્રમાણે રાજા સુધી વાત પહોંચી અને મહાત્માને કેટલાક દિવસની કેદની સજા થઈ. બીજી વાર કેદમાંથી છૂટીને મહાત્મા પોતાના સ્થાનકે આવ્યા. અને ફરી પાછી થોડા દિવસમાં એમણે કોઈ એક ગૃહસ્થના ઘરેથી એક નાના વસ્ત્રની ચોરી કરી. લોકોને થયું કે આ મહાત્મા ચક્રમ થઈ ગયા છે, એમને હવે ચોરીની ટેવ પડી ગઈ છે. લોકો મહાત્માને ધિક્કારવા લાગ્યા. શિષ્યોને આશ્ચર્ય એ વાતનું થતું કે પોતાના ગુરુ ચોરી કરીને તરત કબૂલ કેમ કરી દે છે? અને ચોરી પણ કોઈ નાનકડી, નજીવી અને બિનઉપયોગી ચીજવસ્તુની કેમ કરે છે? આવી વસ્તુ તો મહાત્મા એક માગે તો ભક્તો દસ વસ્તુ આપે એવી લોકોની ભક્તિ હતી. તેમ ન કરતાં ચોરી કરીને મહાત્માએ પોતાની અને બધા શિષ્યોની આબરૂ બગાડી નાખી છે. મહાત્મા જાણે કે ચોરી કરવાના કોઈ માનસિક રોગનો ભોગ થયા લાગે છે. આવી રીતે વખતોવખત ચોરી કરી, તરત કેદની સજા સ્વીકારી, કેટલાક દિવસ કેદમાં રહી મહાત્મા પાછા આવતા. લોકોને હવે મહાત્મા પ્રત્યે કોઈ આદર રહ્યો ન હતો. પરંતુ રાજાને અને અધિકારીઓને અવલોકન કરતાં એક વાત જણાવી લાગી હતી કે રાજ્યમાં હવે ચોરી, લૂંટ, ખૂન, વ્યભિચાર વગેરેના કિસ્સાઓ પહેલાં કરતાં ઓછા ને ઓછા થવા લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170