________________
૧૩૪
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ કેટલાક માણસોને એમનો વ્યવસાય વાચાળ બનવાની ફરજ પાડે છે. બોલે તેના બોર વેચાય એ જૂનો રૂઢ પ્રયોગ આજે પણ એટલો જ સાચો છે. પોતાની ચીજવસ્તુઓની પ્રશંસા વેપારીઓને વારંવાર કરવી પડે છે, પરંતુ એને લીધે જ એ પ્રશંસામાં અસત્યનો અંશ આવી જાય છે. પોતાની ચીજવસ્તુઓ ઘરાકોને વેચવા માટે જે પ્રશંસા કરવી પડે છે અથવા તે લેવા માટે બીજાના મનમાં ઠસાવવાના આશયથી વારંવાર બોલવું પડે છે એ પ્રકારની મુખરતામાં અસત્યના અંશો આવ્યા વગર રહે નહિ. જે માણસ સ્વભાવે ઓછાબોલો હોય કે વાણીનો અતિશય સંયમી હોય તેવા માણસને સેલ્સમેન તરીકે જલદી નોકરી મળે નહિ. જુદી જુદી કંપનીઓના એજન્ટોને પોતાના વ્યવસાયપ્રચાર માટે અસત્યનો આશરો લેવો જ પડતો હોય છે. પછીથી તો અસત્ય બોલવામાં એમની શરમ નીકળી જતી હોય છે. વીમા કંપનીના એજન્ટો મૂંગા મૂંગા કામ કરીને વધુ પૉલિસી લાવી શકે નહિ. કોઈ પણ પ્રકારનો પ્રચાર ચાલુ થાય એટલે એક અથવા બીજા સ્વરૂપે અસત્ય આવી જ જાય. યુદ્ધ વખતે મુખરતાની – પ્રચારની બહુ આવશ્યકતા રહે છે. ત્યારે પ્રચારમાં અસત્ય આવી જાય છે એમ કહેવા કરતાં અસત્યનો જ પ્રચાર થાય છે એમ કહેવું વધુ યોગ્ય છે. માટે જ કહેવાય છે કે Truth is the first casualty in war.'
જેમ વ્યવસાયમાં તેમ વ્યવહારમાં પણ કેટલાક પુરુષોને, વિશેષતઃ સ્ત્રીઓને ભાવતાલ કરતી વખતે દુકાનદાર સાથે, નોકરો કે આશ્રિતો સાથે અથવા સંતાનો કે અન્ય સ્વજનો સાથે બહુ કચકચ કરવાની ટેવ પડી જાય છે. પરિણામે સત્યનું તેઓ ખંડન કરે છે અને પોતાનું ગૌરવ ઘટાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org