________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
૧૩૩ સાંભળવાનું ગમે છે. બોલકા માણસોની જ્યારે પ્રશંસા થાય છે ત્યારે તે ઓર ખીલે છે અને વધુ ને વધુ બોલવા લાગે છે. પરંતુ જેમ એ વધુ બોલે છે તેમ તેમ તેનાં વચનોમાં, તેની વાણીમાં અતિશયોક્તિરૂપી અસત્ય પ્રવેશે છે. ઉપરાંત અભિમાન, ઈર્ષા, દ્વેષ, દંભ વગેરે દુર્ગુણો પણ તેની વાણીમાં પ્રવેશવા લાગે છે. ક્યારેક એવે વખતે એવા મુખરી મનુષ્યનું આંતરમન અજાણતાં ખરા સ્વરૂપે પ્રગટ થાય છે.
વાચાળ માણસો શરૂઆતમાં સારી સોબત જમાવે છે અને એમનું મિત્રવર્તુળ વાહવાહ કરવા લાગે છે, પરંતુ સમય જતાં મિત્રો-સોબતીઓ પણ તેને ઓળખી જાય છે અને ખપ પૂરતી કે સ્વાર્થ પૂરતી એને સોબત આપી પછી દૂર ચાલ્યા જતા હોય છે. બહુ બોલકા માણસ માટે એક ચીની લેખક ચુઆંગભેએ SEL & } - 'A dog is not considered a good dog, because he is a good barker!
મુખરતાનો એક મોટો અવસર તે રાજદ્વારી ચૂંટણીઓના પ્રચાર વખતનો છે. દરેક ઉમેદવાર પોતાને મત મળે તે માટે સ્થળે સ્થળે ભાષણો કરતો, સભાઓને સંબોધતો ફરે છે. સતત બોલવાનો એનો એવો મહાવરો થઈ જાય છે કે તે પછી કઈ સભામાં પોતે શું બોલ્યા તેનું પણ તેને સ્મરણ રહેતું નથી. ચૂંટણીપ્રચાર વખતે લોકોને જાતજાતનાં વચનો અપાય છે, પરંતુ પછીથી એ વચનોનું પાલન થતું નથી કે ઇરાદાપૂર્વક કરવામાં આવતું નથી. પોતાનું બોલેલું ન પાળવું એ પણ એક પ્રકારનું અસત્ય છે. રાજદ્વારી પુરુષો અસત્યનો કેટલો બધો આશ્રય લે છે અને સત્યનો કેટલો બધો ઘાત કરે છે તે આપણા જાહેર જીવનમાં આપણે જોઈ શકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org