________________
૧૪ अलं बालस्स संगेणं [ બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો ]
ભગવાન મહાવીરે વિવિધ કક્ષાના મનુષ્યને લક્ષમાં રાખીને જે વિવિધ પ્રકારનો ઉપદેશ આપ્યો છે તે સૂત્રાત્મક અને માર્મિક છે. ભગવાન મહાવીરનાં એવાં સેંકડો-હજારો ઉપદેશવચનો આગમગ્રંથોમાં સચવાયેલાં છે.
આચારાંગ સૂત્રના પ્રથમ સ્કંધના બીજા અધ્યયનમાં, પાંચમા ઉદ્દેશમાં ભગવાન મહાવીરનું વચન ટાંકતાં કહેવાયું છે ઃ ‘ગનું વાત્તા સંમેળ' - અર્થાત્ બાળકબુદ્ધિના અર્થાત્ મૂર્ખ, અજ્ઞાની, અયોગ્ય અથવા અપાત્ર માણસોનો સંગ કરશો નહિ, કારણ કે સામાન્ય રીતે સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. ખરાબ સંગનું પરિણામ છેવટે માણસને ભોગવવાનો વખત મોડોવહેલો આવે જ છે.
ભગવાન મહાવીરે લોકવિજય મેળવવા માટે પોતાના સાધુઓને જે બોધ આપ્યો છે તેમાં પ્રમાદી, લોભી, અભિમાની, ભોગી, માયાવી વગેરે પ્રકારના મનુષ્યોનો સંસર્ગ ન કરવાની સાથે સાથે જે વયની દૃષ્ટિએ બાળક નહિ પણ ધાર્મિક કે આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તથા ચારિત્રપાલનમાં જેઓ હજુ બાળક જેવાં હોય તેનો સંગ ન કરવા કહ્યું છે. સત્સંગનો લાભ ઘણો મોટો છે. સત્સંગ સંસારસાગર તરવામાં નૌકા સમાન નીવડે છે. પરંતુ પોતાને સત્સંગનો અવકાશ ન મળે ત્યારે પણ માણસે
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only