________________
૧૪૧
अलं वालस्स संगणं ખબર પડે છે. કેટલાક માણસો સ્વભાવે જ તામસી પ્રકારનાં હોય છે અને પોતાના સંસર્ગમાં આવનારને પોતાના સ્વભાવનો ચેપ લગાડ્યા વગર રહેતા નથી. કેટલાક માણસો દારૂ, જુગાર, ચોરી, પરસ્ત્રી વગેરેનાં એવાં વ્યસનોમાં એટલા બધા ડૂબી ગયા હોય છે કે તેમના સંપર્કમાં આવનારને તેઓ ગમે તેવા દાવપેચ ખેલીને પણ પોતાના જેવા બનાવ્યા વગર રહેતા નથી.
સરખેસરખામાં હોય મૈત્રી એ ન્યાયે એકબીજાને એકબીજાના સગુણોનો કે વ્યસનનો ચેપ લાગે છે. સારી સોબત સારા સંસ્કારમાં પરિણમે છે. જ્યારે સોબતીઓ વચ્ચે કક્ષાભેદ હોય છે ત્યારે કેટલીક વાર ઊંચી કક્ષાના માણસોની અસર નીચી કક્ષાના માણસો ઉપર થાય છે. કેટલીક વાર નીચી કક્ષાનાં માણસોની અસર ઊંચી કક્ષાના માણસો ઉપર પણ થાય છે. જેણે વિકસવું છે તેણે પોતાના કરતાં વધુ વિકસિત માણસનો સંગ કરવો જોઈએ. જેઓ બીજાને સુધારવાની ભાવનાવાળા હોય તેમણે પોતાની શક્તિનું માપ જાણી લેવું જોઈએ, કારણ કે એ માર્ગે જવામાં સાહસ છે, પરિણામની અનિશ્ચિતતા છે. ક્યારેક બીજાને સુધારવા જનારા માણસો છેવટે પોતે જ બગડી જતા હોય છે.
વર્તમાન સમયમાં દુનિયામાં ચારે બાજુ વસ્તી વધી રહી છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ રહેઠાણો, બજારો, હરવાફરવાનાં સ્થળો, યાત્રાધામો વગેરે ગીચ બનતાં જાય છે. માણસને બીજાનો સંપર્ક કે સંસર્ગ ન કરવો હોય તો પણ કરવો પડે એવા સંજોગો કેટલીક વાર ઊભા થાય છે. મોટાં શહેરોમાં વ્યક્તિ ઘરેથી બહાર ગઈ હોય અને પાછી આવે ત્યાં સુધી તે ક્યાં ગઈ અને કોને મળી, કોની સોબતે ચડી ગઈ છે, તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org