________________
૧૪૦
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ કુસંગથી બચવા માટે સાવધ રહેવું જોઈએ.
મનુષ્ય સામાજિક પ્રાણી છે. એકલા રહેવું એને ગમતું નથી. લોકો વચ્ચે જીવવું, લોકોમાં હરવું ફરવું, મૈત્રી બાંધવી, રાત-દિવસ સાથે રહેવું ઇત્યાદિ માણસને સ્વભાવથી જ ગમે છે.
જ્યાં સુધી માણસ ભૌતિક સુખની પાછળ પડ્યો છે, ત્યાં સુધી તેને અનેક લોકો સાથે સંબંધો બાંધવાનું અને રાખવાનું ગમે છે. કેટલીક વાર એની જરૂરિયાત અને વ્યવહારુ ઉપયોગિતા રહે છે. જેમ સંબંધો કે ઓળખાણ વધારે તેમ માણસ પોતાની જાતને વધુ સુરક્ષિત અને વધુ મોટો માને છે. પરંતુ આવા સંબંધો કેટલીક વાર ભૌતિક દૃષ્ટિએ પણ માણસને હાનિકારક નીવડે છે. આત્મહિતની દૃષ્ટિએ તો એનો વિચાર જુદી જ રીતે કરવાનો રહે છે.
કેટલાક માણસો આધ્યાત્મિક દૃષ્ટિએ જ્ઞાની હોય છે, પણ તેમનું વ્યાવહારિક જ્ઞાન ઘણું અલ્પ હોય છે. તો કેટલાક માણસોની વ્યાવહારિક જાણકારી ઘણીબધી હોય છે, પરંતુ આધ્યાત્મિક કે પારમાર્થિક દષ્ટિએ તેઓ બાળ કે અજ્ઞાની હોય છે. ભૌતિક હોય કે પારમાર્થિક હોય, માણસે અજ્ઞાની કે મૂર્ખ માણસો સાથે સંબંધ રાખતાં પહેલાં બહુ વિચાર કરવો જોઈએ. જે સંબંધથી પોતાને લાભ કરતાં હાનિ વિશેષ થવાની હોય એ સંબંધ તરત ત્યજી દેવો જોઈએ.
ક્યારેક આરંભમાં અન્ય વ્યક્તિની પાત્રતા કે તેના ઈરાદાની ખબર પડતી નથી. કેટલાક માણસો પ્રથમ મુલાકાતે સારા-ડાહ્યા અને ભલા જણાતા હોય છે. અથવા તેવા દેખાવાનો સરસ અભિનય કરી શકતા હોય છે, પરંતુ સંસર્ગમાં આવ્યા પછી તેઓ કેટલા લુચ્ચા, લોભી, સ્વાર્થી અને કપટી છે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org