________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
૧૩૭ વાર તો તેઓ પોતે પોતાની જાતને બરાબર સમજી શક્યા છે કે નહિ તેની તેમને પોતાને ખબર હોતી નથી. કેટલાક ચિંતકો કહે છે કે જો કોઈ વ્યક્તિ તમારે મોઢે તમારી અતિશય કૃત્રિમ પ્રશંસા કરવા લાગે તો સમજવું કે એના હૃદયમાં કે અસંપ્રજ્ઞાત ચિત્ત(subconcious mind)માં તમારે માટે એટલો જ ધિક્કાર પડેલો છે. એ ધિક્કારને છુપાવવા માટે તેનું વાચાળપણું પ્રશંસારૂપે પ્રગટ થાય છે. માટે એવા માણસોથી સાવધ રહેવાની અને એમની પ્રશંસાથી ભોળવાઈ ન જવાની સલાહ આપવામાં આવે છે.
જે માણસ ઘડીકમાં પ્રશંસા અને ઘડીકમાં નિદા એમ બંને રીતે પોતાની વાણીને વાપરી જાણે છે એવા માણસો બે જીભવાળા કહેવાય છે. સર્પને બે જીભવાળો દ્વિજિલ્ફ કહેવામાં આવે છે, કારણ કે સાપની જીભમાં ફાટ હોય છે. પરંતુ સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે તેમ સાપ તો ક્યારેક જ કરડે છે, પરંતુ બે જીભવાળો દુર્જન વાચાળ માણસ તો ડગલે ને પગલે કરડે છે અને સત્યનું ખંડન કરે છે.
મુખરી માણસને ચાવી ચઢાવવાનું સહેલું હોય છે. કેટલાક સ્વાર્થી, મોંઢા માણસો પોતે બોલતા નથી હોતા, પરંતુ વાચાળ માણસની ખુશામત કરીને, પ્રલોભનો આપીને, ચાવી ચઢાવીને એની પાસે પોતાની ઇચ્છા પ્રમાણે બોલાવડાવે છે. એવે વખતે વાચાળ માણસોને, પોતે બીજાના હાથા બની જાય છે એનો
ખ્યાલ આવતો નથી. મીંઢા માણસ મૂંગા રહીને પોતાના સ્વાર્થનું કામ વાચાળ માણસો પાસે કરાવી લે છે. પરંતુ જ્યારે ખરાબ પરિણામ ભોગવવાનો વખત આવે છે ત્યારે વાચાળ માણસનો ભ્રમ તૂટી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org