________________
૧૩૨
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કરે તો પોતાની ભૂલને ઢાંકતાં કે ફેરવી તોળતાં પણ તેઓને આવડતું હોય છે. જેમ એક અસત્ય બીજા અસત્યને નોતરે છે તેમ એક પ્રકારની મુખરતા બીજા પ્રકારની મુખરતાને નોતરે છે. આવી રીતે મુખરતા – વાચાળપણાની પરંપરા ચાલે છે અને એમાં રહેલાં કેટલાંક અસત્ય વચનોને કારણે તે ઘણા અનર્થો ઉપજાવે છે. “વાચાળ માણસો ભરડે રાખે છે” એવો રૂઢ પ્રયોગ વપરાય છે. દળવું અને ભરડવું એ બે વચ્ચેના ભેદની જેને ખબર છે તેને આ સમજાવવું પડે તેમ નથી. - મુખરતા અર્થાત્ વાચાળતા ક્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ સત્યની મર્યાદા ઓળંગી જશે અને અસત્યની હદમાં પ્રવેશી જશે તે કહી શકાય નહિ. સત્ય અને અસત્યની વચ્ચે ભેદરેખા એટલી સૂક્ષ્મ હોય છે કે વાચાળ માણસ એ ભેદરેખા ઓળંગીને ક્યારે અસત્યના વાડામાં પુરાઈ જશે એની એને પોતાને પણ ખબર પડતી નથી.
મુખરતાની સાથે બીજાના સદ્ગુણો પ્રત્યે દ્વેષનો ભાવ આવે તો તેવી મુખરતા તો એથી પણ વધુ ભયંકર છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અઢાર પાપસ્થાનકની સક્ઝાયમાં કહ્યું છે કે – જે બહુ મુખરી રે, વળી ગુણ-મત્સરી,
અભ્યાખ્યાની હોય છે, પાતક લાગે રે અણકીધાં સહી,
તે કીધું સવિ ખોય છે. કેટલાક માણસો બહુ બોલકા હોય છે. બોલકા માણસો સારી સંગત જમાવી શકે છે. અજાણ્યા માણસને પણ આવા તડાકા જ્યારે ચાલતા હોય ત્યારે તેવા ટોળામાં જોડાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org