Book Title: Virprabhuna Vachano Part 1 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 95
________________ ૮૬ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બાજુ રહેઠાણો શૌચાદિની સગવડવાળાં બનતાં રહ્યાં છે. જૂની પરંપરા પ્રમાણે લોકો ઘરમાં આહાર લે અને શૌચાદિ માટે ઘરની બહાર દૂર દૂર સુધી જાય. (‘જંગલે જવું' જેવો રૂઢપ્રયોગ એ દર્શાવે છે.) નવી પરંપરા પ્રમાણે લોકો ખાવા માટે બહાર દૂર દૂર સુધી જાય છે અને શૌચાદિ ઘરમાં કરે. આહાર-વિહારની બાબતમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ આ એક મોટો વિપર્યાસ છે. આહાર-નિહારની એટલી બધી સગવડો થઈ ગઈ છે કે માણસ દિવસોના દિવસો સુધી ઘરે ન આવે અથવા ઘરની બહાર ન જાય તો પણ એ સુખેથી જીવી શકે. જેટલી જેટલી ખાદ્ય અને પેય વાનગીઓ છે તે બધી જ દરેક વ્યક્તિને ભાવે એવું નથી. કેટલાય લોકોને બોલતા સાંભળીએ છીએ કે અમુક વાનગી પોતાને બહુ ભાવે છે અથવા અમુક વાનગી પોતાને બિલકુલ ભાવતી નથી. કોઈ જમણવારમાં પીરસનારા જો બરાબર અવલોકન કરે તો કઈ વ્યક્તિ કઈ વાનગી વધારે ઝાપટે છે અને કઈ વ્યક્તિ કઈ વાનગીને બિલકુલ અડતી નથી તે તેને તરત જણાઈ આવે. આરોગ્યના નિયમોને કારણે કે ત્યાગ-તપશ્ચર્યાના નિયમને કારણે કોઈક વ્યક્તિ કોઈ વાનગી ન ખાય તે જુદી વાત છે. પરંતુ પોતાને બધા પ્રકારની વાનગી ભાવે એવી વ્યક્તિ ઓછી હોય છે. તેમાં પણ મસાલાનું વત્તાઓછાપણું હોય તો પણ બધી વાનગી પોતાને ભાવે એવી વ્યક્તિઓ તો એથી પણ ઓછી હોય છે. જેની સ્વાદેન્દ્રિય વધુ ઉત્તેજિત રહેતી હોય, ખાવાપીવાના જેને બહુ ચટકા હોય અને ખાવાપીવાની બાબતમાં બહુ ચીકણા અને વાંધા-વચકાવાળા માણસો હોય તેઓને અજાણી જગ્યાએ ઘણી તકલીફ પડે છે. દેશ-વિદેશમાં પોતાની પ્રિય વાનગીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170