________________
૧૦૦
વરપ્રભુનાં વચનો – ભાગ ૧ અને સૂક્ષ્મ બંને દૃષ્ટિએ ધન સાથે કેટકેટલાં દૂષણો સંકળાયેલાં છે ! શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે :
स्तेयं हिंसानृतं दंभः कामः क्रोधः स्मयो मदः, भेतो वैरमविश्वासं संस्पर्द्धा व्यसनानि च । एते पंचदशाना ह्यर्थमूला मता नृणाम् । तस्मादनर्थमाख्यं श्रेयोऽर्थी दूरतस्त्यजेत् ॥
મનુષ્યોને માટે ધન એ પંદર પ્રકારના અનર્થનું કારણ મનાય છે, જેમકે (૧) ચોરી, (૨) હિંસા, (૩) અસત્ય, (૪) દંભ, (પ) કામ, (૬) ક્રોધ, (૭) ચિત્તનો ઉન્માદ, (૮) અહંકાર, (૯) ભેદબુદ્ધિ, (૧૦) વેર, (૧૧) અવિશ્વાસ, (૧૨) સ્પર્ધા અને ત્રણ વ્યસનો જેમ કે (૧૩) વેશ્યાગમન કે પરસ્ત્રીગમન, (૧૪) જુગાર, અને (૧૫) દારૂ. એટલા માટે પોતાનું કલ્યાણ ઇચ્છવાવાળાએ અર્થરૂપી અનર્થનો દૂરથી ત્યાગ કરવો જોઈએ.
માણસ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી ધન કમાય અને તે મર્યાદામાં રહીને કમાય એ ગૃહસ્થજીવન માટે જરૂરી છે. ન્યાયસંપન્ન વિભવ એ ગૃહસ્થજીવનનો વિત્તમંત્ર હોવો જોઈએ, પરંતુ વિષમ પરિસ્થિતિમાં લાચાર બનીને ખોટાં કાર્ય કરીને માણસ વધુ ધન કમાવા લલચાય છે. પછી તો પરિસ્થિતિ વિષમ ન હોય અને લાચારી પણ ન હોય તો પણ અર્થપ્રાપ્તિમાં કુટિલ નીતિરીતિની માણસને ટેવ પડી જાય છે. “વાંકી આંગળી વગર ઘી નીકળે નહિ એવી કહેવતો પોતાના જૂઠા કપટભર્યા સોદાઓ માટે આગળ ધરતાં તે શરમાતો નથી. પરસેવો પાડીને કમાયેલું ધન ટીપે ટીપે ભરાય છે અને ચોરીલબાડી કે કૂડકપટ કરીને મેળવેલું ધન અનાયાસ મોટો દલ્લો આપે છે. એટલે માણસનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org