________________
૯૮
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ માણસને પેટ છે ત્યાં સુધી ભરણપોષણ માટેની પ્રવૃત્તિ સંસારમાં રહેવાની. અનાદિ કાળથી આ પ્રવૃત્તિ ચાલી આવે છે અને અનંતકાળ સુધી તે ચાલતી રહેવાની. માત્ર મનુષ્યમાં જ નહિ, જીવમાત્રમાં જ્યાં સુધી આહારસંજ્ઞા છે ત્યાં સુધી તેને સંતોષવા માટેના તેના પ્રયત્નો ચાલ્યા જ કરવાના.
જીવની મોટી એષણાઓમાં વિક્વેષણાને પણ ગણાવવામાં આવી છે. ધન કમાવાનો ચટકો લાગ્યો કે પછી માણસ એની પાછળ મચી પડે છે. દિવસરાત તે જોતો નથી. ધન એક પ્રકારની શક્તિ છે, એક વિશિષ્ટ સબળ સાધન છે. એટલે ધનાકાંક્ષા જીવમાં રહે એ સહજ છે. પણ મનુષ્યની એષણાઓનો કોઈ અંત નથી. ગમે તેટલું ધન કમાય છતાં માણસને એથી સંતોષ થતો નથી. વધુ અને વધુ કમાવા માટે તે દોટ માંડે છે. સફળતાનો એને નશો ચડે છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ નીકળી જવા માટે ઉશ્કેરાટ અનુભવે છે. પરંતુ પછીથી જ્યારે પછડાય છે ત્યારે પસ્તાય છે. ત્યાં સુધી એને કોઈની શિખામણ વહાલી લાગતી નથી.
સંસારમાં ધનનો મહિમા મોટો છે અને સાચી કે ખોટી રીતે મોટો જ રહેવાનો. એટલે જ ભર્તુહરિએ નીતિશતક'માં કહ્યું છે :
यस्यास्ति वित्तं स नरः कुलीनः स पण्डितः स श्रुतवान गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः कांचनमाश्रयन्ति ॥
ભર્તુહરિએ અહીં કટાક્ષમાં કહ્યું છે કે જેની પાસે વિત્ત છે તે માણસ કુલીન ગણાય છે. ખરેખર ન હોય તો પણ ખુશામતખોરો દ્વારા પંડિત, ચુતવાન, ગુણજ્ઞ, વક્તા, અને દર્શનીય - દેખાવડા તરીકે તેની ગણના થાય છે. સુવર્ણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org