________________
૯૬
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ કાવતરાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી ગયાં છે.
લક્ષ્મીદેવીની જેમ જેમ હરફર અનેકગણી વધતી ગઈ છે તેમ તેમ એના અપહરણના કિસ્સા પણ વધવા લાગ્યા છે. અપહરણના કેટલાય કિસ્સાઓમાં તો એનાં પગેરાં પણ મળતાં નથી. લક્ષ્મીદેવીને સંતાડવામાં સ્વિત્સરલૅન્ડનો ઘણો મોટો ફાળો છે. સ્વિત્કરલેન્ડ જેવા નાના તટસ્થ દેશની મોટામાં મોટી ખોટી આવક તે લક્ષ્મીદેવીને સંતાડવાની છે. એને સંતાડવા માટે એ દેશ વ્યાજ નથી આપતો, પણ ભાડું માગે છે. એની મોટી આવક તો નધણિયાતાં ખાતાંઓની છે. લક્ષ્મીદેવીને સ્વિટ્ઝરલૅન્ડમાં સંતાડ્યા પછી એને સંતાડનારો ગુજરી ગયો હોય અને એનાં છૂપાં ખાતાં કે ખાતાઓની કોઈને ખબર જ ન હોય એવું બન્યા કરે છે. એશિયા, આફ્રિકા, લૅટિન અમેરિકા વગેરે અર્ધવિકસિત દેશોના તથા સમૃદ્ધ દેશના અનેક રાજકીય પુરુષો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ, સરકારી કર્મચારીઓ વગેરેનાં ખાતાં સ્વિન્ઝરલૅન્ડની બેંકોમાં તથા અન્ય નાના નાના ટાપુઓના દેશોની બેંકોમાં છે.
વિજ્ઞહરણના કિસ્સા બીજી રીતે પણ બનતા હોય છે. માણસે ધન સ્વેચ્છાએ બીજાને ઉધાર આપ્યું હોય, વ્યાજે મૂક્યું હોય, ધંધામાં રોક્યું હોય, પરંતુ તે લેનારની દાનત બગડે, તેના સંજોગો વિપરીત થઈ જાય અને તે આપવાની સ્પષ્ટ ના કહે. લખાણ કે સાક્ષી ન હોય તો તે કબૂલ પણ ન થાય. આવું થાય ત્યારે માણસને ભારે આઘાત લાગે છે. તેમાં પણ જો સ્વજનો તરફથી એવો કડવો અનુભવ થયો હોય ત્યારે તો એ આઘાત વધુ તીવ્ર બને છે. એમાંથી વેર બંધાય છે અને બદલો લેવાના કૂર ભાવો જાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org