________________
लोभाविले आययई अदत्तं
૧૨૫ ચૂપચાપ એ ફળ તોડીને ચોરી લીધાં અને પોતાના આશ્રમમાં આવીને ખાધાં. પણ ગમે તે રીતે આ વાત પકડાઈ ગઈ. બંને સંન્યાસી ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. ફરતી ફરતી વાત રાજદરબારે પહોંચી. રાજ્યનો કાયદો હતો કે ચોરી કરનારનાં કાંડાં કાપી નાખવામાં આવે. કૂર સુધન્વા રાજાએ એ ચોર સંન્યાસીનાં કાંડાં કપાવી નાખ્યાં હતાં.
નાની નાની ચોરી કરવામાં પણ એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહિ પરંતુ વિકૃત પ્રકારનો હોય છે. આવો વિકૃત આનંદ વારંવાર અનુભવવા મળતાં તે એક ગ્રંથિરૂપે બંધાય છે. કેટલાક શ્રીમંતોમાં આવી ચોરીનો આનંદ હોય છે. તે એક પ્રકારનો માનસિક રોગ ગણાય છે. તેને Kleptomania-ક્લેરોમેનિઆ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમંતોને કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી હોતું. તેઓનાં ઘણાં નાણાં અકારણ વેડફાઈ જતાં હોય છે. તેમ છતાં કશુંક ચોરીને મફત મેળવવાનો હલકી કોટિનો આનંદ જુદો હોય છે. એ તેમના ચિત્તમાં એવો ઘર કરી જાય છે કે વખત જતાં તે માનસિક રોગરૂપે જ પરિણમે છે. આ રોગ પછાત દેશો કરતાં ધનાઢ્ય દેશોમાં વધુ પ્રવર્તે છે. યુરોપ-અમેરિકાના કેટલાય મોટા મોટા સ્ટોરમાં Shop-Liftingના ઘણા કિસ્સા નોંધાય છે. એમાં પકડાઈ જનાર વ્યક્તિઓ એકંદરે પૈસેટકે સુખી અને સાધનસંપન્ન હોય છે.
કશુંક મફત મેળવવાની વૃત્તિ એ જીવની અનાદિકાળની વૃત્તિ – basic instinct છે. વારંવાર વિધિસર જાહેર રીતે મફત મેળવવાના આનંદથી એ પ્રકારની વાસનાના સંસ્કાર એટલા દૃઢ થાય છે કે પછી જ્યારે એ માટે પૈસા ખર્ચવાનો વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org