________________
૧૨૬
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ આવે છે ત્યારે માણસને કઠે છે. દઢ થયેલી વાસના એને ચોરી કરવા પ્રેરે છે. આવી નાની વસ્તુની ચોરી એ ચોરી કહેવાય નહિ એમ તે પોતાના મનને મનાવે છે. પછી એમાંથી એવી ચોરીની એને ટેવ પડી જાય છે.
લોભ અને આસક્તિને કારણે નાની-મોટી ચોરી જેઓ કરે છે તે ત્યાં જ અટકતા નથી. તૃષ્ણા એટલી પ્રબળ હોય છે કે મનુષ્યને તે માયા-મૃષાવાદ તરફ પણ ઘસડી જાય છે. માણસ કશીક નાની-મોટી ચોરી તો કરી લે છે, પરંતુ એને લીધે પછીથી તેને સ્વબચાવ માટે જૂઠું બોલવાનો પણ વખત આવે છે. ચૌપામવૃત્તિ વર્ના | વળી એવી ચીજવસ્તુઓને અંગે એને ખોટા અને અતિશયોક્તિભરેલા અભિપ્રાયો આપવાની કે વિચારો દર્શાવવાની ફરજ પણ પડે છે. આમ એક અનિષ્ટમાંથી બીજું અનિષ્ટ અને એમાંથી ત્રીજું અનિષ્ટ જન્મે છે અને એનું ચક્ર ચાલવા લાગે છે. માણસને એ ચક્ર અંતે દુઃખી કરીને જ જંપે છે. કોઈકને શરમાવાનો, તો કોઈકને તો વળી જેલમાં જવાનો વખત પણ આવે છે.
આવી નાની નાની ચોરી એ પણ ચોરી જ છે. ચોરી એ પાપ છે. આવી પાપવૃત્તિમાંથી બચવા માટે વધુ સજાગ બનવાની જરૂર રહે છે. મોટી ચોરી તો સજા થવાની બીકે માણસ કરતો નથી. પણ નાની ચોરીમાંથી તે જલદી છૂટી શકતો નથી. આવી નાની ચોરી લોભ, લાલચ અને આસક્તિમાંથી જન્મે છે. માણસ પોતાના જીવનમાં સંતોષની વૃત્તિ કેળવે તો તેની લોભવૃત્તિ સંયમમાં રહે. જીવનમાં સંતોષ મેળવવા માટે માણસે પોતાની ઇચ્છા, આશા, સ્પૃહા, આકાંક્ષા, તૃષ્ણા વગેરેને ઉત્તરોત્તર ઓછી કરતાં જઈ તેના ઉપર અંકુશ મેળવવો જોઈએ. મનુષ્યમાં સાચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org