________________
૧ ૨૪
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ સહેલી વાત નથી.
જૂના વખતમાં (અને હજુ પણ ક્યાંક ક્યાંક) જ્ઞાતિના જમણવારમાં જમવા જતા લોકો પોતાની સાથે એકાદ વાસણ લેતા જતા અને જમતી વખતે થોડીક વાનગીઓ ચોરીછૂપીથી પોતાના વાસણમાં સરકાવી દેતા. જમણવારોમાં વાનગીઓની ચોરી એ એક સામાન્ય ઘટના છે. મોટાં શહેરોમાં તો લગ્ન વગેરેના જમણવારોમાં ખોટા માણસો ઘૂસી જવાના અનેક બનાવો વખતોવખત બનતા રહે છે. કેટલાક માણસોની તો સ્વાદેન્દ્રિય એટલી જોરદાર હોય છે કે કયા જમણવારમાં કેવી રીતે ઘૂસી જઈ મનભાવતું જમી લેવું તેની કુનેહ તેઓની પાસે હોય છે. આસક્તિ અને લોભમાંથી અદત્તાદાનની વૃત્તિ કેવી રીતે માણસના જીવનમાં ઘર કરી જાય છે તે આવા કેટલાક દાખલાઓ ઉપરથી જોઈ શકાય છે.
સાધુ-સંન્યાસી થયા એટલે તરત સ્વાદેન્દ્રિયની આસક્તિથી પર થઈ ગયા એવું નથી. સંન્યાસ લીધા પછી પણ ચીજવસ્તુઓની આસક્તિ રહે છે. અને પારકી પ્રિય વસ્તુ એના માલિકને પૂછ્યા વગર લેવાનું અને મનભાવતી વસ્તુઓ ખાઈ લેવાનું મન થાય છે. એક પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં સુધન્વા નામનો એક ક્રૂર રાજા થઈ ગયો. એના રાજ્યમાં બે સગા ભાઈઓએ વૃદ્ધાવસ્થામાં આવતાં સંન્યાસ લીધો અને વનમાં જઈ બંનેએ પોતપોતાના આશ્રમ બાજુ બાજુમાં કર્યા. એક વખત એક આશ્રમમાં એક વૃક્ષ ઉપર એવાં સરસ ફળ લટકતાં હતાં કે જોનારને તે તરત પાડીને ખાવાનું મન થાય. બાજુના આશ્રમવાળા સંન્યાસી ભાઈને પણ એવું મન થયું. તેઓ પોતાની ઇચ્છાને રોકી શક્યા નહિ. બાજુના આશ્રમમાં જઈ તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org