________________
૧૨૨
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ જાતે ચોરી કરતા હોય છે અથવા બીજાઓ પાસે ચોરી કરાવતા હોય છે. દુનિયાભરના દેશોમાં ધર્મના ક્ષેત્રે પ્રાચીન ચીજવસ્તુઓની જાળવણી, પવિત્રતાની ભાવનાને કારણે વધુ થતી આવી છે. હિંદુ, જૈન, બૌદ્ધ મંદિરોની પ્રાચીન પ્રતિમાઓ, ચિત્રો, હસ્તપ્રતો વગેરેની ચોરી અને દાણચોરીની પ્રવૃત્તિ જાણીતી છે.
ધર્મના ક્ષેત્રે ધાર્મિક ભાવનાવાળા લોકોની દાનત પણ ક્યારેક બગડે છે અને તેઓ ચોરી કરવા લલચાય છે. કેટલાક શ્રીમંત ટ્રસ્ટીઓ અચાનક આર્થિક પડતી આવે અને દેવાદાર બની જાય ત્યારે મંદિરમાંથી કીમતી ઘરેણાં, મૂર્તિ વગેરે ઉઠાવી જાય છે. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આવું ઘોર પાપકાર્ય તેઓ કરે છે. કેટલાક આવા માણસો જ્યારે ચોરી કરતાં પકડાઈ જવાની બીક હોય ત્યારે એથી પણ વધુ ઘોર પાપકર્મ કરતાં અચકાતા નથી. કેટલાંક વર્ષ પહેલાં બનેલી એક સત્ય ઘટના છે કે પ્રાચીન ચીજવસ્તુઓ(ઍન્ટિક)નો વ્યવસાય કરનાર એક ભાઈ એક મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે ત્યાં બીજું કોઈ હતું નહિ. એ તકનો લાભ લઈ તેમણે મંદિરની એક સ્ફટિકની મૂર્તિ પોતાના કપડામાં સંતાડી દીધી. પરંતુ બહાર નીકળ્યા ત્યારે મંદિરમાં સ્ફટિકની મૂર્તિ માટે બૂમાબૂમ થઈ. એથી પકડાઈ જવાની બીક એમને લાગી, એટલે તરત સ્ફટિકની પ્રતિમા એક ખુલ્લી ગટરમાં એમણે ફેંકી દીધી. ધાર્મિક માણસો પણ કેટલી હદ સુધી ધર્મસ્થાનમાં પણ કેટલું હીન કાર્ય કરે છે તેનું આ એક ઉદાહરણ છે.
મનગમતી ચીજવસ્તુઓમાં ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. સરસ આકર્ષક ગ્રંથ હોય, પોતાને ઘણો ઉપયોગી હોય, પોતાની આર્થિક સ્થિતિના કારણે ખરીદી શકાય તેમ ન હોય અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org