________________
परिगह निविट्टाणं वेरं तेसिं पवढई
૧૦૯ નખાય છે. કેટલીક એવી વસ્તુઓ તો સીધી કચરામાં જાય છે.
- છેલ્લા ત્રણ-ચાર દાયકામાં સમસ્ત જગતમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘણું જ વધી ગયું છે. તેથી માણસની પરિગ્રહવૃત્તિ વધતી ગઈ છે. રેડિયો, ટી.વી. કેમેરા, વિડિયો, ટેપરેકૉર્ડર, ઘડિયાળ, ટેલિફોન, કેલક્યુલેટર, કોયૂટર, ટાઇપરાઇટર, રેફ્રિજરેટર, એરકન્ડિશનર, મોટરકાર વગેરે પ્રકારનાં આધુનિક સાધનો બનાવતી કંપની વચ્ચે જે સ્પર્ધા ચાલી રહી છે તેને કારણે તથા એવી કંપનીઓની જે વેપારી નીતિ છે તેને લીધે પ્રતિવર્ષ તેઓ નવા નવા પ્રકારનાં મોડેલોનું ઉત્પાદન કરતી રહી છે. એથી જૂનાં મોડેલોના સ્પેરપાર્ટ્સ જાણીજોઈને ન આપવા કે જેથી વસ્તુઓ વપરાશમાં ઝાઝો વખત ચાલે નહિ. કોઈ એક વસ્તુ પાંચ-દશ વર્ષ સારી રીતે ચાલી તો ઘણું થયું. પછી એ ફેંકી દેવાની રહે. “વાપરીને ફેંકી દો' એ પ્રકારની વેપારી નીતિ દુનિયાની ઘણી કંપનીઓની થઈ ગઈ છે. એના કારણે દુનિયાનાં બજારોમાં રોજેરોજ નવો નવો માલ ઠલવાય છે અને લોકોના ઘર સુધી તે પહોંચાડવાનો, બલ્બ લોકોના ઘરમાં તે ઘુસાડવાનો, યુક્તિપૂર્વક પ્રલોભનો સહિત, પ્રયત્ન થાય છે. દુનિયાનું વર્તમાન અર્થકારણ એક જુદી જ પદ્ધતિએ ચાલી રહ્યું છે. તેથી લોકોને અવનવી ચીજો માટે આકર્ષીને તેમનું ધન કેમ ખેંચી લેવું એની શાસ્ત્રીય તાલીમ એવા એજન્ટોને અપાય છે.
દુનિયામાં બધા જ લોકો એકસરખી આવકવાળા, એકસરખાં સાધન-સગવડ ધરાવનાર બને એવું ક્યારેય શક્ય નથી. આર્થિક અસમાનતાનું લક્ષણ લોકોમાં હંમેશ રહેવાનું. એટલે આર્થિક સમૃદ્ધિની સાથે લોકોમાં આર્થિક અસમાનતાનું તત્ત્વ આવ્યા વગર રહે નહિ. અસમાનતા જો આવે તો કુદરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org