________________
૧૦૮
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ જન્મે છે. એમાંથી અનુક્રમે અણબનાવ, તકરાર, વેરભાવ વગેરે જન્મે છે. માત્ર પૈસાની તકરારને કારણે જ બે સગા ભાઈઓ વચ્ચે કે ખુદ પિતા અને પુત્ર વચ્ચે બોલવાનો પણ વ્યવહાર ન રહે કે એક જણ બીજાનું ખૂન કરવા પ્રેરાય એટલી હદ સુધીની ઘટનાઓ બનતી ઘણે ઠેકાણે જોવા મળે છે. એક કુટુંબમાં જ જો આ રીતે બનતું હોય તો સમાજની ભૂમિકાએ તો તેમ બનવું અશક્ય નથી.
માલ-મિલકતનું લક્ષણ એવું છે કે સમય જતાં એની વહેંચણી કરવાના પ્રસંગો અવશ્ય આવે છે. બીજી-ત્રીજી પેઢી આવતાં કે અચાનક કોઈનું અવસાન થતાં એવા પ્રસંગોની અનિવાર્યતા ઊભી થાય છે. વળી, માલ-મિલકતનું સ્વરૂપ જ એવું છે કે દરેક વખતે એની સરખે ભાગે યથાર્થ વહેંચણી થઈ શકતી નથી. સંજોગો, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની પાત્રતા, સરકારી કાયદાઓ વગેરેને કારણે ક્લેશ કે સંઘર્ષ થયા વગર રહેતો નથી. સ્પષ્ટ ન દેખાય તો પણ માનસિક ક્લેશ, ઈર્ષ્યા કે વેરભાવનાં બીજ વવાય છે. માણસ પોતાની હયાતીમાં જ ઉદાર ભાવે સમજણપૂર્વક પોતાનાં માલ-મિલકતનું વખતોવખત વિસર્જન કરતો રહે તો ક્લેશ-કંકાસનાં નિમિત્તો ઓછા થાય, વાતાવરણમાં પ્રસન્નતા રહ્યા કરે અને પોતાની સામાજિક કર્તવ્યબુદ્ધિ અને અંગત ધર્મદષ્ટિ ખીલતી રહે.
મનુષ્યની પરિગ્રહવૃત્તિનો કોઈ અંત નથી. જેટલી સારી નવી વસ્તુઓ જોવા મળે તે બધી જ લેવાનું માણસને મન થાય છે, પછી તેનો ઉપયોગ કરવા માટે પોતાની પાસે ફુરસદ હોય કે ન હોય. સમૃદ્ધ લોકોના ઘરમાંથી પ્રતિવર્ષે કેટલીયે નવી ખરીદેલી વસ્તુ વપરાયા વગર જૂની થઈ જવાને કારણે કાઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org