________________
૧૧૦
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ રીતે ત્યાં ઈષ્યનું તત્ત્વ પણ આવ્યા વગર રહે નહિ. પ્રજાનો કેટલાંક વર્ગ ખૂબ અમનચમન કરતો હોય અને બીજો મોટો વર્ગ બે ટંક ભોજન પણ પામતો ન હોય તો ત્યાં શ્રીમંતો પ્રત્યે દ્વેષ થયા વગર રહે નહિ. ગરીબ વર્ગની ધિક્કારની લાગણી તરત પ્રગટ ન થતી હોય, પરંતુ એવા સંજોગો ઊભા થતાં તરત પ્રગટ થાય છે અને ધિક્કારની સામુદાયિક લાગણી હિંસામાં પરિણમે છે અને તવંગર વર્ગ એનો ભોગ બને છે.
દુનિયાના કેટલાક દેશોના થોડા કે વધુ લોકો અત્યંત સમૃદ્ધ બનેલા દેખાશે, પરંતુ સમગ્ર દુનિયામાં જાતે ફરીએ અને શહેરોથી દૂરદૂરના વિસ્તારોમાં ફરીને જો સરખું અવલોકન કરીએ તો જણાશે કે દુનિયાની વસ્તીના અર્ધાથી વધુ લોકો મધ્યમ કે નિમ્ન કક્ષાનું સાધારણ જીવન જીવી રહ્યા છે. કેટલાય લોકો અસહ્ય ગરીબીમાં પોતાનું જીવન જેમતેમ પૂરું કરે છે. મનુષ્યજન્મ જાણે કે વેઠ-વૈતરું કરવા માટે એમને મળ્યો હોય એવું જોવા મળે છે.
દુનિયાના કેટલાયે દેશોમાં ઘરમાં એકલદોકલ રહેતાં સ્ત્રી કે પુરુષને, એના ઘરમાં રહેતો એનો નોકર જ એને મારીને એની ધનસંપત્તિ લઈને ભાગી ગયાના કિસ્સા બનતા રહે છે. વફાદાર નોકરીની પણ દાનત બગડે છે. સરકારી કાયદો અને ન્યાય જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રક્ષણ આપી શકે છે, પરંતુ ખૂની કે ચોર ક્યારેય પકડાયા ન હોય તેવા કિસ્સા પણ બને છે.
ઈ. સ. ૧૯૧૭ના ઑક્ટોબરમાં રશિયામાં લોહિયાળ ક્રાંતિ થઈ. ઝારવંશી રાજાઓને ઉથલાવી પાડવામાં આવ્યા. તે વખતે કેટલેય ઠેકાણે વેર લેવા નીકળેલા ગરીબ લોકોએ શ્રીમંતોને વીણી-વીણીને મારી નાખ્યા હતા. મારનાર વ્યક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org