________________
૧૧૮
વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ બીજો જ કોઈ માણસ એને પૂછ્યા-કર્યા વગર તમને આપી દે અને તમને ખબર હોય કે એ વસ્તુ એની નથી, તો તમારાથી એવી રીતે પણ એ ગ્રહણ ન થાય. દત્ત વસ્તુ પણ યોગ્ય રીતે, અધિકારી વ્યક્તિ દ્વારા દત્ત થતી હોય તો જ તે ગ્રહણ થાય. અદત્ત વસ્તુના પણ મુખ્ય ચાર પ્રકાર પાડવામાં આવ્યા છે : પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે ઃ
सामी-जीवादत्तं तिथ्ययरेणं तहेव य गुरुहि । एवमदत्त सरूवं परूवियं આમપરેટિં
[સ્વામી-અદત્ત, જીવ-અદત્ત, દેવ-અદત્ત તથા ગુરુ-અદત્ત એમ અદત્તાદાન-ચોરીનાં ચાર સ્વરૂપ આગમધર જ્ઞાનીઓએ બતાવ્યાં છે.]
લોભ અસંતોષમાંથી જન્મે છે. આસક્તિને કારણે માણસની અસંતોષની વૃત્તિ સદૈવ પ્રબળ રહ્યા કરે છે. ભોગોપભોગની વાસનામાંથી આસક્તિ જન્મે છે. મનોહર, આકર્ષક પદાર્થો જોઈને માણસની ભોગોપભોગની વૃત્તિ સતેજ બને છે. ધરાઈને ભોજન લીધા પછી બહુ જ ભાવતી નવી કોઈક વાનગી મળતી હોય તો પણ માણસ તરત ખાવા લલચાય છે. તૃષ્ણાનો કોઈ અંત નથી. પોતાની તૃષ્ણાને સંતોષવા નીકળેલો માણસ ક્યારે અયોગ્ય, અધાર્મિક આચરણ કરી બેસશે તે કહી શકાય નહિ.
સામાન્ય વપરાશની નાની પણ સુંદર, મનોહર વસ્તુઓ, જે સહેલાઈથી ખિસ્સામાં મૂકી શકાય કે વસ્ત્રમાં સંતાડી શકાય તેવી હોય એવી વસ્તુઓ જલદી ઊપડી જતી હોય છે. ફાઉન્ટન પેન, ચપ્પુ, કાતર, પ્રસાધનનાં સાધનો, બૂટ-ચંપલ, છત્રી વગેરેથી માંડીને કીમતી ઘરેણાં, રત્નો જેવી કેટકેટલી નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org