________________
૧૧ ૬
વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ मोसस्स पच्छा य पुरस्थओ य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो
रूवे अतितो दुहिओ अणिस्सो ॥ ३१ ॥ જૂિઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે. તેમ જ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનાર હંમેશાં અસહાય અને દુ:ખથી પીડિત રહે છે.]
ચોરીનો વિષય ઘણો વિશાળ છે અને એના પ્રકારો પણ અનેક છે. ચોરી વિનાનો માનવજાતનો ઇતિહાસ ક્યારેય સંભવી ન શકે. દુનિયામાં બધા જ માણસો ધનવાન, સુખી અને સાધનસંપન્ન હોય તો પણ દુનિયામાંથી ચોરી નિર્મળ ન થઈ શકે, કારણ કે અનાદિ કાળના એ સંસ્કાર છે. આ તો સ્કૂલ ચોરીની વાત થઈ. સૂક્ષ્મ, માનસિક ચોરીની તો વળી વાત જ જુદી છે. તાળું અવિશ્વાસનું પ્રતીક હોવા છતાં માણસે તાળાની શોધ કરીને અસંખ્ય લોકોને ચોરીનો ગુનો કરતા અટકાવ્યા છે. માનવજાત ઉપર તાળાનો ઘણો મોટો ઉપકાર છે.
ગરીબી કે બેકારીને કારણે થતી મોટી મોટી ચોરીઓ અને લૂંટફાટનો વિષય એ એક જુદો જ વિષય છે. એ પણ એક મોટું પાપ છે એમ દુનિયાના બધા જ ધર્મો સ્વીકારે છે. એ પ્રકારની ચોરીના વિષયને અહીં સ્પર્શવો નથી. અહીં તો આકર્ષક મનગમતી ચીજવસ્તુઓની ચોરી, લોભ કે લાલચને વશ થઈ માણસ જે કરે છે તેની વાત કરવી છે.
જૈન ધર્મમાં ચોરીની વ્યાખ્યા ઘણી ઊંચી ભૂમિકાએ કરવામાં આવી છે. કોઈ ન દેખે એ રીતે છાનાંમાનાં કોઈની વસ્તુ લઈ લેવી એ ચોરીની સામાન્ય વ્યાખ્યા છે. બીજાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org